Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી લઈ વ્હોરી આત્મહત્યાઃ
જામનગર તા. ૧રઃ કાલાવડના જસાપર ગામમાં રહેતા એક વેપારીએ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કંટાળી જઈને પોતાના ભાઈના ખેતરમાં આવેલા કૂવામાં મોતની છલાંગ મારી હતી. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ તાલુકાના જસાપર ગામમાં વસવાટ કરતા અશોકભાઈ પોપટભાઈ પાંભર (ઉ.વ.૪૪) નામના વેપારી સોમવારે સવારે પોતાના ઘરેથી નીકળ્યા પછી નજીકમાં આવેલા પોતાના ભાઈ વિનોદભાઈના ખેતરે પહોંચ્યા હતા.
ત્યાં જઈ અશોકભાઈએ ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. બનાવની જાણ થતાં કાલાવડ શહેર પોલીસ સ્ટેશનનો કાફલો ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કઢાવી પીએમ માટે ખસેડી મૃતકના પત્ની શિતલબેન પાંભરનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ અશોકભાઈ લાંબા સમયથી નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. વધતી જતી આર્થિક ભીંસના કારણે કંટાળી જઈ અશોકભાઈએ સોમવારે પોતાના ઘરેથી નીકળી પોતાના ભાઈના ખેતરમાં આવેલા ખેતરમાં ઝંપલાવી જિંદગીનો અંત આણી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial