Advertisement
Author: નોબત સમાચાર

રાજાશાહીના વખતની જમીન પચાવી પાડવાનો રચાયો કારસો

ત્રણ આરોપીની ધરપકડ, બેના થયા છે અવસાનઃ

જામનગર તા. ૧૨: ખંભાળિયામાં આવેલી રાજાશાહી વખતની જમીનના દસ્તાવેજ ઉભા કરી તે જમીન પચાવી પાડવાનો કારસો રચનાર રાજકોટના એક મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. બે આરોપી મૃત્યુ પામ્યા છે.

ખંભાળિયામાં આવેલા સંતોષી માતાના મંદિરની બાજુમાં શીટ નં.૩૮ અને સર્વે નં.૪૮૩૩માં ૭૬૦.૯૫ ક્ષેત્રફળવાળી જગ્યા આવેલી છે. તે જગ્યા પચાવી પાડવા માટે પૂર્વયોજિત કાવતરૂ રચી સિટી સર્વે કચેરીના સંબંધિત અધિકારી, કર્મચારી સાથે સેટીંગ કરી આ સરકારી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ કરવા અંગે રાજકોટના કિશનપરામાં રહેતા ખતીજાબેન કાસમ ખફી, ખંભાળિયાના ગુલમામદ સુલેમાન ખફી, હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી, અબ્બાસ ઉમર ખીરા સામે હીરેનપુરી પ્રતાપપુરી ગોસ્વામી એ ફરિયાદ નોંધાવી છે.

ઉપરોક્ત ગુન્હો ખંભાળિયા પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૪ હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ સંતોષી માતાના મંદિરમાં પૂજારી તરીકે રહેતા હીરેનભાઈએ ઉમેર્યું છે કે, ઉપરોક્ત વ્યક્તિઓએ મંદિરની ઉત્તર દિશા તરફની જગ્યા ખરીદી મંદિર તરફ જવાનો રસ્તો રોકી લીધો છે. તે બાબતે તંત્ર સમક્ષ અરજીઓ પણ કરાઈ છે. તે જમીનનો દસ્તાવેજ માર્ચ ૨૦૨૧માં થયો હોવાનું જણાઈ આવ્યું છે. સલાયા નાકાવાળા હુસેન અબુ ભોકલે તે જગ્યા રૂ.૧૫ લાખમાં ખતીજાબેન, ગુલમામદ, હનીફ, ગફાર, અબ્બાસ ખીરા પાસેથી લીધી હોવાનું તેમાં લખેલુ છે.

તે દસ્તાવેજમાં જણાવાયા મુજબ વર્ષ ૧૯૨૦માં તે જગ્યાનો ખુલ્લો પ્લોટ જામ સાહેબ પાસેથી ધનજીભાઈ નાથાભાઈ દલવાડીએ ખરીદ્યા પછી વર્ષ ૧૯૫૯માં કાસમ મેરૂ ખફીએ તે પ્લોટ લીધો છે અને તેના વારસ પાસેથી હુસેન ભોકલે તે જગ્યા ખરીદી છે. તેની ખરાઈ હાથ ધરાતા ઉપરોક્ત રાજાશાહી વખતની જમીન પચાવી પાડવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવાયાનું જણાઈ આવ્યું છે. તેથી પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, જેમના સામે ફરિયાદ કરાઈ છે તેમાંથી ખતીજાબેન તથા ગુલમામદ ખફીના અવસાન થઈ ચૂક્યા છે, બાકીના ત્રણ આરોપી હનીફ ગફાર તથા અબ્બાસની પોલીસે ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh