Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રેલવેની ૧૦ મિલકતનો સાંકેતિક કબજો લેતું મહાનગરપાલિકા

વેરા વસુલાતની કડક કાર્યવાહીઃ

જામનગર તા. ૧રઃ જામનગરમાં જુદા જુદા વિસ્તારમં આવેલી રેલવેની ૧૦ મિલકતનો વેરો બાકી હોવાથી મહાનગરપાલિકાએ આ મિલકતનો સાંકેતિક કબજો લીધો છે.

જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા વસૂલાત શાખા દ્વારા કડક વેરા વસૂલાત કરવામાં આવી રહી છે, અને વેરો નહીં ભરનાર આસામીઓની મિલકતો કબજે કરવામાં આવી રહી છે. દરમિયાન રેલવે પાસેથી બાકી રોકાતી રૂ. ૩પ કરોડની વેરા વસૂલાત અન્વયે રેલવેની ૧૦ મિલકતોનો સાંકેતિક કબજો મહાનગર દ્વારા લેવામાં આવ્યો છે, અને આ મિલકત અન્વયે કોઈ વ્યવહાર નહીં કરવા લોકોને અનુરોધ કરાયો છે. તેમજ આગામી સમયમાં આ જગ્યાનો મહાનગર દ્વારા ઉપયોગ પણ શરૂ કરવામાં આવનાર છે. જે મિલકતની વેરા વસૂલાત બાકી છે તેમાં ઓપન પ્લોટ, બંગલો, ઓફિસ વગેરેનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ રેલવેની મિલકત સીલ કરવામાં આવતા જ તુરંત જ રેલવેએ પાંચ કરોડની રકમ ચૂકવી આપી હતી અને બાકીની રકમ કટકે-કટકે ચૂકવવા વાયદો કર્યો હતો, પરંતુ રેલવેએ વાયદો ભૂલી જતા મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી છે. હવે આગામી સમયમાં ફરી વખત રેલવે એકાદ હપ્તો ભરપાઈ કરી શકે છે તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh