Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ટરનેટનો પાંચ હજાર મીટર કેબલ કાપી લઈ બે શખ્સે ધમકી આપ્યાની રાવ

ઈન્ટરનેટ કંપનીના કર્મચારી પહોંચ્યા પોલીસ મથકેઃ

જામનગર તા. ૧૨: જામનગરના રણજીતસાગર રોડ પર ઈન્ટરનેટ માટે એક કંપની દ્વારા મુકવામાં આવેલા કેબલમાંથી બે મહિનામાં ૫ હજાર મીટર જેટલો વાયર કાપી લઈ બે શખ્સે તે કંપનીના બે કર્મચારીને કેબલ ફરીથી નાખશો તો પતાવી દઈશું તેવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર ગ્રીન્સ સોસાયટીમાં એક કંપનીના ઈન્ટરનેટ માટે કેબલ નાખવામાં આવ્યો હતો. તે કેબલમાંથી બેએક મહિના પહેલાં રૂ.૫૧૦૦ની કિંમતનો ૩૦૦ મીટર કેબલ ચોરાઈ ગયો હતો. તે પછી ફરીથી કેબલ ચોરાયાની જાણ કરાતા ઈન્ટરનેટ કંપનીના કર્મચારી રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર રહેતા શક્તિસિંહ પ્રતાપસિંહ ઝાલા જામનગર દોડી આવ્યા હતા.

તેઓએ તપાસ કરતા તેમના મુકવામાં આવેલા કેબલમાંથી અંદાજે રૂ.૮૧૨૬૦ની કિંમતનો વધુ ૪૭૮૦ મીટર વાયર કપાઈ ગયાનું ખૂલ્યું હતુંં. તેથી તેઓએ તે સ્થળે જઈ ચકાસણી કરતા યુવા પાર્કમાં રહેતા યુસુફ ખફી ઉર્ફે પપ્પુ અને સમીર ખફી નામના બે શખ્સ મળ્યા હતા.

આ શખ્સોએ શક્તિસિંહની ઈન્ટરનેટ કંપનીમાં જામનગરમાં કામ કરતા વિશાલ ભટ્ટી તથા ઈમરાન અંસારીને હવે તેઓ પોતાની કંપનીનો ઈન્ટરનેટ કેબલ નાખશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી શક્તિસિંહે કુલ રૂ.૮૬૩૬૦ના વાયરની ચોરી કરવા અને ધમકી આપવા અંંગે યુસુફ તથા સમીર ખફી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh