Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ પાસે એક મોટર પાછળ બીજી મોટર ટકરાઈઃ
જામનગર તા. ૧૨: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર પાસે મંગળવારની સાંજે સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ બનાવમાં સિક્કાના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અજાણ્યા મોટર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. ધ્રોલ પાસે એક મોટર પાછળ બીજી મોટર ટકરાઈ પડી છે. એક મોટરમાં રૂ.૭૦ હજારનું નુકસાન થયું છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા હરદીપસિંહ દીપસિંહ જેઠવા નામના યુવાનના મોટાબાપુના પુત્ર રામદેવસિંહ પ્રતાપસિંહ જેઠવા (ઉ.વ.૩ર) મંગળવારે સાંજે સિક્કાથી જામનગર આવવા માટે નીકળ્યા હતા.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રામદેવસિંહના ભાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય તેઓને જોવા માટે રામદેવસિંહ બાઈક પર જામનગર તરફ આવી રહ્યા હતા. તેઓ જ્યારે ગોરધનપર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે કોઈ અજાણી મોટરે તેઓને ઠોકર મારીને પછાડતા ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં હરદીપસિંહે ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના વતની અને હાલમાં ધ્રોલના માધવ બાગમાં શેરી નં.રમાં રહેતા વિશાલભાઈ બાવનજીભાઈ ભાલોડીયા જીજે-૧૦-કેએફ ૩૨૨ નંબરની વેગનઆર મોટરમાં ગઈકાલે બપોરે ધ્રોલમાં માર્કેટીંગ યાર્ડ પાસેથી જતા હતા ત્યારે રાજકોટ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૮-બીએલ ૯૬૭૧ નંબરની સ્વીફટ મોટર ધડાકાભેર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં વિશાલભાઈની મોટરને રૂ.૭૦ હજારનું નુકસાન થયું છે. અકસ્માત સર્જનાર મોટરના ચાલક અમદાવાદના નવા નરોડામાં રહેતા જયેશસિંગ દિલીપસિંગ ભદોરીયા સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial