Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક નવા ફોજદાર પણ વનવેમાં આવતા દંડાયાઃ
ખંભાળિયા તા. ૧૨: સમગ્ર દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. વાહનચાલકોને ટ્રાફિક વ્યવસ્થામાં જોડાવવા ઉપરાંત દંડ પણ ફટકારાઈ રહ્યો છે. જેમાં એક નવા મહિલા પીએસઆઈ પણ વનવે ભંગ કરતા જોવા મળતા દંડાઈ ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈ વી.એમ. સોલંકી દ્વારા દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીનો પ્રસાર ખંભાળિયા જ નહીં પણ સમગ્ર જિલ્લામાં તમામ મથકો પર તાલુકાઓના સ્થળે તથા શહેરોમાં પણ ચેકીંગ નિયમિત રીતે ચાલુ કરતા તેના સારા પરિણામો આવ્યા છે. જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા સુધારા સાથે સરકારને પણ દંડની આવક શરૂ થવા સાથે લોકોમાં અવેરનેસ તથા નિયમ પાલનની વૃત્તિ પણ કેળવાઈ છે.
ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશમાં એક નવા મહિલા પીએસઆઈ પણ વનવેમાં આવતા તેઓ પણ દંડાઈ ગયા હતા. દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તથા ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલી ચેકીંગ ડ્રાઈવમાં ખંભાળિયા, સલાયા, ભાટીયા, દ્વારકા, ભાણવડ શહેર ઉપરાંત જિલ્લાનું ખંભાળિયા વડુ મથક હોય ત્યાં પણ મુખ્ય માર્ગાે પર ટ્રાફિકની વ્યવસ્થા રેલવે ફાટકો પર ટ્રેનના સમયે બંદોબસ્ત, વનવેના નિયમ પાલનની જોગવાઈ સાથે ચેકીંગ તથા ખંભાળિયા તેમજ અન્ય સ્થળે જ્યારે ટ્રાફિક ચેકીંગ થાય ત્યારે તેમની સાથે આરટીઓના અધિકારી પણ ચેકીંગમાં જોડાઈ રહ્યા છે.
સંયુક્ત ચેકીંગમાં વાહનના કાગળો, વીમો, લાયસન્સ સહિતની અનેક ખામીઓ નીકળવી તથા તેના નિરાકરણ માટે કાયદેસર કાર્યવાહી પણ થવા લાગી છે જે સમગ્ર જિલ્લામાં ખૂબ પ્રશંસનીય બન્યું છે. આગામી સમયમાં વાહનોને ટોઈંગ કરવા, ડીટેઈન કરવા જેવા આકરા પગલાં પણ લેવામાં આવશે.
તે ઉપરાંત બેટ દ્વારકામાં પણ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈ કિરણ પટેલની આગેવાનીમાં ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ૧૩ વાહનચાલક પાસેથી કાયદાના ભંગ બદલ રૂ.૫૩૦૦ વસૂલ કરવામાં આવ્યા હતા અને કેટલાક વાહનચાલકોને ટ્રાફિક નિયમન અંગે સમજૂતી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial