Advertisement
Author: નોબત સમાચાર

સૈન્યભરતી પૂર્વે તાલીમ માટે અરજીની મુદ્દત ૨૯મી ઓગસ્ટ સુધી લંબાવાઈ

અન્ય પ્રક્રિયા યથાવત રહેશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના યુવાનો માટે આર્મી ભરતી પૂર્વે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં અરજી કરવાની મુદત ૨૯ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. ૩૦ દિવસીય તાલીમ દરમિયાન રહેવા-જમવાની મફત સુવિધા સાથે પ્રતિદિન રૂ. ૧૦૦નું સ્ટાઈપેન્ડ અપાશે. ૧૭.૫ થી ૨૩ વર્ષના પુરૂષ ઉમેદવારો અરજી કરી શકશે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા કેળવાય તે માટે પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આર્મી ભરતી બોર્ડ-જામનગર દ્વારા યોજાનાર ભરતીમાં સ્થાનિક યુવાનો સફળ થઈ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા ટૂંક સમયમાં ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવવા માટે અરજી કરવાની અગાઉની અંતિમ તારીખ ૧૭-૦૮-૨૦૨૬ હતી, જેને લંબાવીને હવે તારીખ ૨૯-૦૮-૨૦૨૬ કરવામાં આવી છે.

જામનગરમાં યોજાનાર આ તાલીમ વર્ગ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે, જેમાં તાલીમાર્થીઓનો રહેવા તથા જમવાનો તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે અને સાથે પ્રતિદિન રૂ.૧૦૦/- નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ તાલીમમાં જોડાવા માટે જામનગર જિલ્લાના ૧૭.૫૦ થી ૨૩ વર્ષની વયજૂથ ધરાવતા અને ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહ પાસ કરેલ ફક્ત પુરૂષ ઉમેદવારો જ અરજી કરી શકશે. અન્ય શરતો તથા પ્રક્રિયા આ પહેલાં કરાયેલી જાહેરાત મુજબ યથાવત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh