Advertisement
Author: નોબત સમાચાર

સંતો-મહંતો-સદ્ગૃહસ્થોની ઉપસ્થિતિમાં હર ઘર ભગવા અભિયાન શરૂ

જામનગરમાં શોભાયાત્રા પહેલા દરેક સનાતની ભગવો ફરકાવેઃ કૃષ્ણમણિજી મહારાજ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન પૂર્વે જામનગરમાં 'હર ઘર ભગવા' અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ અને સંતો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરાવતા આગામી ૪ સપ્ટેમ્બરે નીકળનારી ૨૦મી વિશાળ સાર્વજનિક શોભાયાત્રા પહેલા જ દરેક સનાતની પોતાના ઘરે ભગવો ધ્વજ લહેરાવે તેવું જગદગુરૂ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે આહ્વાન કર્યું છે.

છોટીકાશી જામનગર શહેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીને લઈને ધર્મપ્રેમી જનતામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહૃાો છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે યોજાનાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાના પૂર્વ આયોજન રૂપે સમગ્ર શહેરને ભક્તિમય અને સનાતની રંગે રંગવા માટે 'હર ઘર ભગવા' અભિયાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે.

જામનગરના ઐતિહાસિક અને પવિત્ર શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરૂ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના કરકમલો દ્વારા અને શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઈ વસરા, ખોડલધામ સમિતિના રોહિતભાઈ માધાણી, હાર્દિક વસોયા, વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ વોરા સહિત વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં હર ઘર ભગવા અભિયાન માટે ભગવા ધ્વજ વિતરણ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ૫ હજારથી વધુ ભગવા ધ્વજ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સનાતનનીઓ માટે બનાવવામાં આવ્યા છે. જે દરેક ઘર અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં લગાવી જન્માષ્ટમી પહેલા ધર્મ પ્રેમીઓને જોડવા અનોખું આયોજન હાથ ધરાયું છે.

'હર ઘર ભગવા' અભિયાનના શુભારંભ પ્રસંગે આશીર્વચન પાઠવતા આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે જણાવ્યું હતું કે જામનગરમાં દર વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે ખૂબ જ ભવ્ય અને દિવ્ય સાર્વજનિક શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે ૨૦મી જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન થઈ રહૃાું છે, જેમાં જામનગરની તમામ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક મંડળો, જ્ઞાતિ સમાજો અને અગ્રણીઓ એકસૂત્ર થઈને જોડાવાના છે.

આ પાવન પ્રસંગે આખું જામનગર ભક્તિરસમાં તરબોળ બને તે માટે 'હર ઘર ભગવા' અભિયાન હેઠળ ભગવા ધ્વજ વિતરણનો પ્રારંભ કરાયો છે. સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં ભગવા ધ્વજનું સ્થાન સર્વોપરી છે. આપણે સૌ સૌર્યમંડળમાં રહીએ છીએ અને સૂર્યનારાયણનો રંગ પણ ભગવો છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ ભગવા ધ્વજને શૌર્ય, ત્યાગ અને સમર્પણના પ્રતિક તરીકે વિશેષ મહત્ત્વ આપ્યું છે.

આગામી ૪ સપ્ટેમ્બરના સવારે ૯:૦૦ વાગ્યે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યારે જામનગર શહેરના તમામ નગરજનો, ગ્રામ્ય વિસ્તારના અબાલ-વૃદ્ધ સૌ ધર્મપ્રેમીઓ અને સમસ્ત દેશવાસીઓને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, જેને પણ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે અગાધ પ્રેમ હોય, તેઓ પોતાના ઘર, દુકાન કે પ્રતિષ્ઠાન પર ભગવો ધ્વજ અવશ્ય લહેરાવે અને તેને કાયમી રાખી પોતાની સંસ્કૃતિનું ગૌરવ વધારે.*

'હર ઘર ભગવા' અભિયાનના ઉદ્ઘાટન સાથે જ જામનગરના વિવિધ વિસ્તારોમાં ભગવા ધ્વજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ જન્માષ્ટમી પૂર્વે જ સમગ્ર જામનગર શહેરને ભગવામય બનાવી સનાતની એકતાનો સંદેશ આપવાનો છે. શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ દ્વારા શહેરના તમામ ધેમ્પ્રેમીઓ પોતાના ઘરો પર ભગવો ધ્વજ લહેરાવી આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા અને ૪ સપ્ટેમ્બરે યોજાનાર ૨૦મી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh