Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો પૂલ
ખંભાળીયા તા. ર૦: ખંભાળીયા શહેરમાં ઘી નદી પાસે વર્ષો જુનો રાજાશાહીના સમયનો કેનેડી બ્રિજ જે ૧ર૦ વર્ષ જૂનો જર્જરીત થઈ જતા તેને તોડી પાડીને ત્યાં નવો પૂલ અદ્યત્તન ડિઝાઈનનો બનાવવા નક્કી કર્યુ હતું, તે પછી વડીલોની માંગથી હાલનો ઈજનેરી જુના કૌશલ્યવાળો કેનેડી બ્રિજ યથાવત રાખીને તેની બાજુમાં નવો પૂલ બનાવવાનું નક્કી કરાયું હતું. જેમાં પાંચ-છ કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરો ભર્યા હોય, થોડા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી સોંપાશે.
અંદાજીત રૂપિયા ૩૦ કરોડના ખર્ચે અદ્યત્તન નવો પૂલ બનશે, જેથી હાલ ડાયવર્ઝન જે ભાણવડથી ખંભાળીયા તરફ જવા ઉપયોગમાં આવે છે તે બંધ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ ખંભાળીયા - કેનેડી બ્રિજ બંધ હોવા છતાં બાઈક ચાલકો જીવના જોખમે ત્યાંંથી જ વાહનો ચલાવીને જાય છે એ બીજી વાત છે કે, કંપની દ્વારા સર્વે કરીને ચાલવાની પણ મનાઈ કરીને જોખમી ગણાવેલ છે. જ્યાંથી રોજ વાહનો અને ઢગલાબંધ બાઈકો આરામથી બે વર્ષથી નીકળે છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial