Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પંચવટી સર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂના ૪૭ ચપલા, બીયરના ૨૪ ટીન કબજે

તળાવની પાળ તથા વસંતપુર પાટીયા પાસથેી દારૂ ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના પંચવટી સર્કલ પાસેથી ગઈકાલે સાંજે પોલીસે કંડકટર તરીકે નોકરી કરતા એક શખ્સને ઈંગ્લીશ દારૂના ૪૭ ચપલા તથા બીયરના ર૪ ટીન સાથે પકડી પાડ્યો છે. તળાવની પાળ પરથી એક શખસ એક ચપલા સાથે પકડાયો છે અને જામજોધપુરના વસંતપુર પાટીયા નજીકથી એક શખ્સ દારૂની બોટલ સાથે મળી આવ્યો છે.

જામનગરના પી.એન. માર્ગ પર આવેલા પંચવટી સર્કલ પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં શાંતિનગરની શેરી નં.૭માં રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા નામના શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ૪૭ ચપલા તથા બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૭૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી ક્રિપાલસિંહ ઝાલાની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં જામજોધપુરની ખાંટ શેરીવાળા ભરત કાંતિભાઈ ભાયાણી નામના શખ્સને પોલીસે રોકી તલાશી લેતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ભરતની ધરપકડ કરી છે.

જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે સાંજે વિશ્રામ વાડી પાસે રહેતો પ્રેમ કિશોરભાઈ ભદ્રા ઉર્ફે ચીચો નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના એક ચપલા સાથે પકડાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh