Advertisement
Author: નોબત સમાચાર

હરીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામડાઓના ૩૬૮ માટીના ઘરોમાં ચુનાના મિશ્રણનું ડસ્ટીંગ

ચાંદીપુરાના રોગચાળા સંદર્ભે

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૨૦: હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ રોગચાળો ચાલી રહૃાો છે જેમાં ખાસ કરીને કાચી માટી અને લીપણ વાળા મકાનોમાં રહેતી ચેપી સેન્ડફ્લાય માખી કરડવાથી ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થતો આ રોગ છે. આ ચેપ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે જેમાં સતત અચાનક તાવ આવવો, ઉલટી, માથાનો દુખાવો, ખેંચ આવવી, બેભાન થઈ જવું, મગજમાં સોજા આવવો વિગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

આ રોગચાળો ના થાય તે માટે બાળકોને પૂરા શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરાવવા જરૂરી છે અને કાચા ગારાના મકાનોની દીવાલોમાં તિરાડો બુરી દેવી જોઈએ.

આ રોગચાળા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના ગામોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર ડો. પંકજકુમાર ની સૂચના અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર લાલપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ ગામોના ગામ અને વાડી વિસ્તારોમાં આવેલા કાચા અને માટીના લીપણ વાળા મકાનોમાં સર્વે કરી આવા ઘરોમાં મેલેથીઓન પાવડર અને ચૂનાનું મિશ્રણ કરી ૩૬૮ કાચા ઘરોમાં  ડસ્ટિંગ કરવામાં આવેલ છે.

આ કામગીરીનો બીજો રાઉન્ડ તારીખ ૧૧. ૮. ૨૦૨૬ થી શરૂ કરેલ હોય ટીમ દ્વારા ડસ્ટિંગ સાથે ઘનિષ્ટ રોગચાળા સર્વેલન્સ પણ શરૂ કરેલ છે. ટીમ દ્વારા આ રોગ વિશે જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે. આ કામગીરીમાં દરેક ગામના સરપંચોનો બહોળો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપરના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર દ્વારા આ કામગીરીનું દેખરેખ અને મોનીટરીંગ કરવામાં આવી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh