Advertisement
Author: નોબત સમાચાર

માઉન્ટ આબુમાં હાફ મેરેથોન યોજાઈઃ જામનગરના પંદર સાહસિક જોડાયા

બ્રહ્માકુમારીઝ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: બ્રહ્માકુમારીઝ દ્વારા  તારીખ ૯ ઓગસ્ટ ૨૦૨૬ના આબુ માઉન્ટેન હાફ મેરેથોન-૨૧ કિ.મી.નું  આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેરેથોન ખૂબ જ કઠિન અને ૦ કિલોમીટરથી લઈને ૨૧ કિલોમીટર સુધી સીધું ચઢાણ+૧૨૦૦ મીટર એલીવેશન સાથે આબુરોડ થી શરૂ થઈ આબુ પર નક્કી લેક પર ફિનિશ કરવામાં આવી હતી.

જામનગર સાઈકલિંગ ક્લબ માટે આ એક ગૌરવપૂર્ણ ઘટના હતી કારણ કે જામનગર સાયકલિંગ ક્લબના ૧૫  મિત્રોએ આ કપરી માઉન્ટન મેરેથોનમાં ભાગ લીધો હતો, અને તમામ મિત્રોએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને એક શ્રેષ્ઠ સાહસનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે .

આ મેરેથોન પૂર્ણ કરનાર મિત્રોમાં મનસુખલાલા નાકરાણી (૭૪), ડો  વિરાણી, અંબ્રિશસિંહ, અંકુર ખન્ના, રાહુલ ગણાત્રા, પંકજ સપોવડિયા, સંદીપ પીપળીયા. (૨૧ કિમી.) પૂર્ણ કરીને ફરીથી ૨૧  કિલોમીટર આબુ દોડીને નીચે ઉતરેલ છે. ટોટલ ૪૨ ફુલ મેરેથોન  કરેલ છે. આ ઉપરાંત ભાગ લેનારાઓમાં જયેશ પટેલ, દિલીપ કરંગીયા, આશિષ વસાણી, શુંકેતુ કટારમલ, સંજયભાઈ કોરી, સાજન ગાગલીયા, વાલીબેન ગાગલિયાનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh