Advertisement
Author: નોબત સમાચાર

મગફળીના વાવેતરમાં જંતુનાશક દવા છાંટતા મહિલાને જનાવર કરડ્યું: ઝેરી અસરથી મોત

પુત્ર સાથે દવા છાંટતા હતા ત્યારે સર્પદંશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ધ્રોલના પીપરટોડામાં દાહોદના એક શ્રમિકે ભાગમાં વાવવા માટે ખેતર રાખ્યા પછી મગફળીનું વાવેતર કર્યું હતું. તેમાં મંગળવારે આ શ્રમિકના પત્ની તથા પુત્ર દવાનો છંટકાવ કરતા હતા ત્યારે મહિલાના પગમાં ઝેરી જનાવર કરડી ગયું હતું. આ મહિલાનું ઝેરની અસર થઈ જતાં મૃત્યુ નિપજ્યું છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના વતની પર્વતભાઈ વાલીયાભાઈ સંગોડ નામના શ્રમિકે ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં આવેલા રાજેશભાઈ શિવાભાઈ નામના ખેડૂતના ખેતરને ભાગમાં વાવવા માટે રાખ્યા પછી તેઓએ પત્ની તથા પુત્ર સાથે મળી મગફળીનું વાવેતર કર્યું હતું.

આ ખેતરમાં મંગળવારે બપોરે પર્વતભાઈના પત્ની કેસરીબેન (ઉ.વ.૫૦) તથા તેમનો પુત્ર જહેશ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ વેળાએ કેસરીબેનના પગમાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. ઝેરી અસર થઈ જતાં આ મહિલાને ૧૦૮ મારફત પડધરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પર્વતભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh