Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોવાના અમેરિકન રાજદૂતના નિવેદનથી પાકમાં ખળભળાટ

સર્જિયો ગોરે સુંદર ટુરિઝમ પ્લેસ ગણાવી ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષાની વાત કરતા આતંકીસ્તાન ગિન્નાયુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૦: ભારત સ્થિત અમેરિકન રાજદૂતે જમ્મુ-કાશ્મીરની મુલાકાત અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે બેઠક યોજયા પછી જમ્મુ-કાશ્મીરને સુંદર ટુરિઝમ પ્લેસ ગણાવીને આ પ્રદેશને ભારતનો મહત્ત્વપૂર્ણ હિસ્સો ગણાવતા સંકળાયેલા પાકિસ્તાને વિરોધ નોંધાવતા બેવડી નીતિ ખૂલ્લી પડી ગઈ છે, અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.

અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગરમાં 'જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે' તેવા નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની વાત પણ કરી હતી. પાકિસ્તાને ઇસ્લામાબાદના અમેરિકન ઉપ-રાજદૂતને વિરોધ પત્ર પાઠવી આ નિવેદનને ફગાવ્યું હતું. જોકે, પાકિસ્તાને ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા વિનંતી પણ કરી હતી, જે તેની બેવડી નીતિ દર્શાવે છે.

અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગરમાં આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીર પ્રવાસ દરમિયાન ત્યાંના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે બેઠક યોજીને પ્રદેશમાં જુદા જુદા વિભાગનો પ્રવાસ કર્યો છે.

સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 'જમ્મુ-કાશ્મીર ભારતનો જ ભાગ છે.' આ સાથે તેમણે અમેરિકન નાગરિકોને કાશ્મીરની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાની અને ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી. અને જમ્મુ કાશ્મીરને ખૂબસુરત ગણાવીને પ્રશંસા કરી હતી. સુપરપાવર દેશના પ્રતિનિધિ દ્વારા જાહેર મંચ પરથી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો ખોટો પ્રોપેગેન્ડા પડી ભાંગ્યો છે.

અમેરિકન રાજદૂત સર્જિયો ગોરના આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં તહેનાત અમેરિકન ઉપ-રાજદૂત સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને એક વિરોધ પત્ર (ડિમાર્શે) આપ્યો હતો. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકન દૂતના નિવેદનને સખત શબ્દોમાં ફગાવી દીધું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદિત ક્ષેત્ર છે અને તેનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના પ્રસ્તાવ મુજબ થવો જોઈએ.

આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાનની લાચારી અને બેવડું વલણ સ્પષ્ટપણે છતું થયું છે. એક તરફ પાકિસ્તાન અમેરિકાને દશકો જૂની નીતિઓનું પાલન કરવાની સલાહ આપી રહૃાું છે, તો બીજી તરફ તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે વિનંતી પણ કરી રહૃાું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જાહેર કરેલા પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પના એ જૂના નિવેદનની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.

કૂટનીતિક દ્રષ્ટિએ અમેરિકન રાજદૂતનું શ્રીનગર જવું અને ત્યાંથી કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ શાંતિ અને વિકાસનો નવો યુગ શરૂ થયો છે, જે હવે દુનિયા જોઈ રહી છે. પાકિસ્તાન દ્વારા અમેરિકન ડિપ્લોમેટને સમન પાઠવવું એ માત્ર પોતાની સ્થાનિક જનતાને ગુમરાહ કરવાનો એક પ્રયાસ છે, કારણ કે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના આ વિરોધને હવે કોઈ ગંભીરતાથી લઈ રહૃાું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh