Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાયોઃ
જામનગર તા. ૨૦: જામનગરની ડેન્ટલ કોલેજના આઉટસોર્સના કર્મચારીએ રૂ।.૧ કરોડ ૩૬ લાખની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાના ચકચારી ઉચાપતના કેસમાં વધુ એક આરોપીનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી કબજો લેવાયો છે. તેને રિમાન્ડ પર લેવા તજવીજ કરાઈ રહી છે.
જામનગરની ડેન્ટલ કોલેજમાં દર્દીઓની સારવાર તથા સ્ટાફના પગાર માટે રોગીકલ્યાણ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલી રકમમાંથી ૧૫ ચેકના માધ્યમથી રૂ।.૧ કરોડ ૩૬ લાખ ટ્રાન્સફર કરી લેવાના નોંધાયેલા ચકચારી ગુન્હામાં આઉટસોર્સના કર્મચારી શોભિત ગર્ગની ધરપકડ કરી લેવાયા પછી તેના રિમાન્ડ મેળવાયા હતા.
આ શખ્સે સુરતના હરેશ વસાવડાનું નામ આપ્યું હતું તેની ધરપકડ કરાયા પછી ઉપરોક્ત રકમની બેંક ડીટેઈલ કઢાવાતા હિતેશ પ્રવીણભાઈ ગોટી નામના અન્ય આરોપીનું નામ ખૂલ્યંુ હતુ. આ આરોપીનો જેલમાંથી કબજો લેવાયો છે. શોભિત ગર્ગ પોતાના ખાતામાં ઉપરોકત રકમ જમા કરાવ્યા પછી હરેશ વસાવડા અને હિતેશ ગોટી સુધી તે રકમ પહોંચતી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. આ શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial