Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ ઉપાડ પર રૂ।. ૧પ અને જીએસટી લાગશેઃ
મુંબઈ તા. ર૦: એસબીઆઈએ બીએસબીડી ખાતાધારકો માટે સેવા શુલ્ક નિયમોમાં ફેરફાર કર્યો છે. ૧ ઓક્ટોબર ર૦ર૬ થી બેંન શાખામાંથી મહિને ૪ થી વધુ રોકડ ઉપાડ પર રૂ।. ૧પ પ્લસ જીએસટી ચાર્જ લાગશે આ ફેરફાર ફક્ત બીએસબીડી ખાતાધારકોને લાગુ પડશે, જે આર્થિક રીતે નબળા વર્ગો માટે ઝીરો બેલેન્સ ખાતું છે. ગ્રાહકોએ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ તેના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતાધારકો માટે એક મહત્ત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. બેંકે તેના સેવા શુલ્કના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે આગામી પહેલી ઓક્ટોબર ર૦ર૬ થી અમલમાં આવશે. આ નવા નિયમ અનુસાર બેંક શાખામાંથી એક મહિનામાં ૪ થી વધુ રોકડ ઉપાડવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ બીએસબીડી ખાતાધારકોને દર મહિને બ્રાન્ચમાંથી ૪ વખત મફત રોકડ રૂપિયાની સુવિધા મળશે. આ ફેરફાર તમામ સામાન્ય બચત ખાતાધારકો માટે નથી, પરંતુ માત્ર બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે જ લાગુ પડશે.
નવા નિયમ મુજબ મહિને ૪ ટ્રાન્ઝેક્શન નિઃશુલ્ક રહેશે. તેમાંથી વધુ વખત એટલે કે ટ્રાન્ઝેક્શનથી પ્રત્યેક રોકડ ઉપાડ પર ૧પ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ વસૂલવામાં આવશે.
બીએસબીડી એટલે કે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગોને બેન્કીંગ સેવા સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ એક 'ઝીરો બેલેન્સ' ખાતું છે, જેમાં લઘુતમ બેલેન્સ જાળવવાની જરૂર રહેતી નથી. આ ખાતા સાથે ચેકબુકની સુવિધા મળતી નથી. ખાતાધારકને મફત એટીએમ-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જે ગ્રાહક પાસે બીએસબીડી ખાતું હોય. તે એસબીઆઈમાં બીજું કોઈ સામાન્ય બચત ખાતું રાખી શકતા નથી.
બેંકે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોએ પહેલી ઓક્ટોબરથી શાખામાંથી રોકડ ઉપાડ કરતી વખતે પોતાના મફત ટ્રાન્ઝેકશનની મર્યાદા ધ્યાન પર રાખીને આયોજન કરવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial