Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ ૬ વર્ષ માટે સસ્પેન્ડ ૬ પૈકી
જામનગર તા. ર૦: જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ તાજેતરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ સંદર્ભમાં છ સભ્યોને પક્ષમાંથી ૬ વર્ષ માટે પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાહેર કર્યું હતું. આ જાહેરાતના પગલે સસ્પેન્ડ કરાયેલ રામદેવ ઓડેદરાએ એક નિવેદનમાં સસ્પેન્ડ કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખની સત્તા સામે સવાલો ઊઠાવી સામો પડકાર કર્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે સૌ પ્રથમ કારણદર્શક નોટીસ આપવાની હોય છે અને સસ્પેન્ડ કરવાની સત્તા માત્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ શિસ્ત સમિતિને જ છે, જેથી મારૂ સસ્પેન્શન કાયદેસરરીતે રદબાતલ છે.
શહેર પ્રમુખ વિરૂદ્ધ તેમણે રજૂઆત કરી હોવાથી બદલાની ભાવનાથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે.
તેમણે તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે જે બીનશરતી માફી માંગવામાં નહીં આવે તો તેમની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.
અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સસ્પેન્શનના આદેશને ફગાદી દીધો છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો સિપાહી છું અને કાયમ રહીશ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial