Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરણપોષણ ન ચૂકવે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતઃ
જામનગર તા. ૨૦: જામજોધપુરના જામવાડી ગામના એક વૃદ્ધાએ પોતાના પુત્ર પાસેથી ભરણપોષણ મેળવવા એસડીએમ અને મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલમાં કરેલી અરજી ચાલી જતાં ટ્રિબ્યુનલે દર મહિને રૂ।.૪ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા પુત્રને આદેશ કર્યાે છે અને તે હુકમની ઉપેક્ષા થાય તો આ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલવા હુકમ કર્યાે છે.
આ કિસ્સાની વધુ વિગત મુજબ જામજોધ૫ુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા દિવાળીબેન રવજીભાઈ ખાંટ નામના ૮૩ વર્ષના વૃદ્ધાએ પુત્ર વિનોદભાઈ ખાંટ સામે લાલપુર એસડીએમ અને મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ તેમજ કલ્યાણ અધિનિયમ-૨૦૦૭ હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.
રજૂઆતમાં જણાવાયા મુજબ આ વૃદ્ધા ગોઠણના ઘસારા અને અવારનવાર થતી વૃદ્ધાવસ્થાની બીમારીથી પીડાય છે. તેઓની પાસે જીવનનિર્વાહ માટે કોઈ સાધન નથી, તેઓના પુત્રોને વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હિસ્સો મળ્યો હોવા છતાં અને સમજૂતી થઈ હોવા છતાં પુત્ર વિનોદે માતાનું ભરણપોષણ કરવાની ના પાડી દીધી હતી અને બીજા પુત્ર સુભાષે તમામ જવાબદારી સ્વીકારી હોવાનું જણાવી દર મહિને રૂ।.૭ હજાર આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ અરજીની સુનાવણી પછી પુરાવાની સમીક્ષા કરવામાં આવી હતી અને ચુકાદામાં એસડીએમે જણાવ્યું હતું કે, કલમ-૪ હેઠળ વરિષ્ઠ માતા-પીતાનું ભરણપોષણ કરવાની પુખ્ત પુત્રની જવાબદારી છે, તેમાંથી મુક્ત થઈ શકાય નહી. તે રીતે માતાની ઉંમર, તબીબી સ્થિતિ, પુત્રની આર્થિક ક્ષમતા ધ્યાને લઈ પુત્ર વિનોદે દર મહિને રૂ।.૪ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા અને અરજીની તારીખથી અત્યાર સુધીની રકમ જમા કરાવી આપવી. તેમ કરવામાં નહી આવે તો કલમ ૧૧ હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ તથા અન્ય કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial