Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાને ઈજા ઉપરાંત બે દાંત પણ પડી ગયાઃ
જામનગર તા. ૨૦: જામનગરના મોરકંડા રોડ પર રબાની પાર્કમાં રહેતા એક મહિલા પર ચારિત્ર્ય અંગે શંકા કરી ગઈકાલે બપોરે પતિએ તલવારથી પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. આ મહિલાને માથા, ગળા, હાથ સહિતના શરીરના ભાગોમાં ગંભીર ઈજા થઈ છે અને બે દાંત પણ પડી ગયા છે. સાસુએ જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલી દીવેલીયા ચાલીમાં રહેતા નસીમબેન બોદુભાઈ વગીડા નામના મહિલાના પુત્રી રેશ્માબેન (ઉ.વ.૩ર)ના નિકાહ મોરકંડા રોડ પર રબાની પાર્કમાં રહેતા હબીબ હસન મજગુલ સાથે થયા પછી આ દંપતી વચ્ચે વિખવાદ થયો હતો.
અવારનવાર ચારિત્ર્ય બાબતે શક કરતા રહેતા હબીબના કારણે કંટાળી જઈ રેશ્માબેન થોડા દિવસ પહેલાં પોતાના પિયર રીસામણે આવી ગયા હતા જ્યાંથી ચારેક દિવસ પહેલા સમાધાન કરી હબીબ મજગુલ પત્નીને તેડી ગયો હતો. તે પછી ગઈકાલે ફરીથી ચારિત્ર્ય અંગે શંકા કરી હુસેને ઝઘડો કર્યા પછી તલવાર વડે પત્ની પર પ્રાણઘાતક હુમલો કર્યાે હતો.
આ શખ્સે રેશ્માબેનને માથા, ગળા તથા બંને હાથમાં અને કાન પાસે તલવારના આડેધડ ઘા ઝીંકતા રેશ્માબેનના બે દાંત પડી જવા ઉપરાંત જીવલેણ ઈજા થઈ હતી. આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નસીમબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાઈ હબીબ હસન મજગુલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial