Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં નળ સે જળ અને વાસ્મોની પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા વોટર-સેનીટેશન મિશનની બેઠકમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૦: દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં રીજુવિનેશન કાર્યક્રમ અંતર્ગત ભાણવડના મોખાણા, ફતેપુર, જંબુસર, ચોખંડા, મોડપર, ઘુમલી, રાણપર, શિવા, ભોરિયા-ફોટડી ગામે કુલ ૮.૧૩ લાખના ખર્ચે પ્રસ્તાવિત કામો માટે મળેલ તાંત્રિક મંજૂરીને વહીવટી બહાલી આપવામાં આવી હતી.

વધુમાં નલ સે જલ યોજના, ઓગમેન્ટેશન એન્ડ ટેપ કનેક્ટીવીટી અંતર્ગત કામોની પ્રગતિની વિગતો રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ખંભાળિયામાં ધરમપુર અને હર્ષદપુર, ભાણવડમાં નેશ વિસ્તારમાં વાસ્મોની  યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુમાં પાણી ઓપરેટરની નિયુક્તિ અને તાલીમ,  યોજનાઓના નાણાકીય અને સી.એ. ઓડિટ, ગતિશક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રી, ડિસ્ટ્રિક્ટ ટેકનિકલ યુનિટ અને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્રોવેમેન્ટ પ્લાન અંતર્ગત પોર્ટલ પર ડેટા એન્ટ્રી, પાણી પુરવઠાની ૧૯૧૬ હેલ્પલાઇન પર આવેલ ફરિયાદો અને નિવારણની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા અને સમિતિના સદસ્યો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh