Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ર૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનો નિર્વાણ કલ્યાણક ઉજવાયો

મંત્રોચ્ચાર- પ્રભૂકિતમાં રહેલી તાકાતના દૃષ્ટાંતો અ૫ાયા

                                                                                                                                                                                                      

જામનગરનાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયે કલિકાલ કલ્પતરુ, અચિન્ય ચિંતામણી, પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આજે નિર્વાણ કલ્યાણક ઉજવવામાં આવ્યું હતું. ર૩મા તીર્થંકર ભગવાનશ્રી પાર્શ્વનાથદાદાનું નિર્વાણ કલ્યાણક કલ્યાણકારી નિશ્રા યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજાના શિષ્યરત્ન નવકાર મહામંત્ર લેખન પ્રણેતા પૂ. મુનિરાજ દિવ્યપદ્મવિજયજી મ.સા. તથા પૂ. આ. હેમવલ્લભસૂરિ મ. સ. શિષ્યરત્ન પૂ. મુનિરાજ દેવર્ષિવલ્લભવિ, મ. સા. તથા સાધ્વીવર્યા હર્ષગુણાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં પરમાત્માના કલ્યાણક નિમિત્તે આજે સવારે ૬ કલાકે પ્રભુ મિલન વિશિષ્ટ મંત્રોચ્ચાર પૂ. મુનિરાજ દેવર્ષિવલ્લભવિજયજી મ.સા.એ કર્યા હતાં.  મંત્રોચ્ચારની સાથે મ.સા.એ પ્રભુ ભક્તિમાં શું તાકાત હોય છે તેના અનેક સત્ય ઘટના આધારીત દૃષ્ટાંતો આપ્યા હતાં. ઉપસ્થિત સૌ લોકો ભાવુક થઈ જતાં આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી તથા સુમધુર સંગીત ભક્તિ ગીત કેતનભાઈ દેઢીયાના સથવારે વિશિષ્ટ દ્રવ્યો દ્વારા પરમાત્મા અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેકમાં મોટી સંખ્યામાં જામનગરના તમામ સંઘના ભાઈઓ-બહેનો, બાળકોએ રહી સોના,ચાંદી, દૂધ વગેરે અનેક ઔષધિનો અભિષેક કર્યો હતો. આજે સાંજે ૬ કલાક પછી ભગવાનને વિશિષ્ટ આંગી કરવામાં આવશે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેશે. રાત્રે ૮:૩૦ કલાકે કેતનભાઈ દેઢિયા ભક્તિ-સંગીત-સ્તવન રજૂ કરશે. ત્યારબાદ આરતી-મંગલદીવો કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh