Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના દિગ્ગજો, દાતાઓ, અગ્રણીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત
જામનગર તા. ૨૦: જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા રણજીતનગર સમાજ ભવનમાં સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવાનો સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં સમાજભવનમાં નવનિર્માણ વિંગના મુખ્ય દાતા મોહનભાઈ વિરજીભાઈ સંઘાણીનું ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી તથા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી તથા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ સમારોહમાં સમાજના ૧૭૦૦ જેટલા તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુન્દભાઈ સભાયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, સમાજના ઉપપ્રમુખ કૈલાસભાઈ રામોલીયા, મનસુખભાઈ ભંડેરી, મંત્રી અશોકભાઈ પટેલ, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી, કોર્પોરેટરો સંજયભાઈ મુંગરા, પાર્થભાઈ કોટડીયા, ખ્યાતિબેન મુંગરા, દાતા મોહનભાઈ સંઘાણી, અશોકભાઈ પાંભર, દિનેશભાઈ ડાંગરીયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમારોહનું સંચાલન અને આભાર દર્શન કિશોરભાઈ સંઘાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial