Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે બે સાગરિતને માર મારવા મોકલ્યા હતાઃ
જામનગર તા. ૨૦: જામજોધપુરના પરડવા ગામમાં રહેતા એક મહિલા પર બ્લેકમેઈલીંગનો આરોપ મૂકી એક શખ્સે પોતાના બે સાગરીતને મંગળવારે મહિલાને મારવા માટે ઘરે મોકલ્યા હતા. આ શખસોએ મહિલાને માર માર્યા પછી ગામ છોડી દેવાની ધમકી આપી હતી. આ બનાવથી વ્યથિત મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેણીના પતિની ફરિયાદ પરથી ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં વસવાટ કરતા વિરમભાઈ ભીખાભાઈ ગોઢાણીયા નામના યુવાનના પત્ની લીલુબેન મંગળવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પરડવા ગામના રણમલ ભીમાભાઈ પરમાર ઉર્ફે કારાભાઈ નામના શખ્સે અરજણ કેશુભાઈ પરમાર, નગાભાઈ કેશુભાઈ પરમારને મોકલ્યા હતા.
આ મહિલા રણમલભાઈને બ્લેકમેઈલ કરતા હોવાનો આરોપ મૂકી રણમલભાઈએ મંગળવારે અરજણ તથા નગાભાઈને મોકલતા આ શખ્સોએ લીલુબેનને ઢીકાપાટુ, પ્લાસ્ટિકના પાઈપ તથા લાકડાના બટકાથી માર માર્યાે હતો અને ગાળો ભાંડી ગામ છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું હતું.
ઉપરોક્ત બનાવથી વ્યથિત થયેલા લીલુબેને ગઈકાલે સવારે પોતાના ઘરમાં છતના હુંકમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પતિ વિરમભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રણમલ ઉર્ફે કારાભાઈ, અરજણભાઈ, નગાભાઈ પરમાર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial