Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૧ ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૩.૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. મેઘાડંબર વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું.
જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાનમાં હાલ વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં ગુરુવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૧.ર ડીગ્રી ઊંચકાયને ૩૩.૮ ડીગ્રી, જ્યારે અડધા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન ર.૮ ડીગ્રી નોંધાયું હતું. વાદળોના આંટાફેરા વચ્ચે સૂર્યદેવતાએ દેખા દેતા જમીન પર ક્યારેક તડકો તો ક્યારેક છાયડો જોવા મળ્યો હતો.
જામનગરમાં મેઘાડંબર વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial