Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામંં ત્રણ સ્થળોએ ૧૮ર.પ૦ કરોડના વિકાસ કાર્યો તૈયાર થઈ ગયા હોય, તથા ઉદ્ઘાટન લોકાર્પણની રાહ જોતા હોય, તથા આવડી મોટી રકમના વિકાસ કાર્યો હોય, તા. ર૩-૮-ર૬ આસપાસ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આગમન થાય તેવી સંભાવના હોય, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દ્વારકા પાસેના શીવરાજપુર બીચમાં ૧પ૦ કરોડના વિવિધ વિકાસ કાર્યો તૈયાર થઈ ગયા છે. જેમાં બીચના વિકાસ તથા લોકોની સગવડતાઓને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કાર્યો થયા છે. તેનું લોકાર્પણ થશે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના હર્ષદ યાત્રાધામના વિકાસ કામો માટે પ્રથમ તબક્કામાં ૭.પ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તૈયાર થઈ ગયા હોય, તેનું પણ લોકાર્પણ થશે. તો દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઈન્દ્રેશ્વર મહાદેવ કે જ્યાં પાંચ કરોડના ખર્ચે વિકાસ કાર્યો મંજૂર થયેલા તે પછી છેક રપ કરોડના વિકાસ કાર્યો થયા ત્યાં પણ લોકાર્પણ થવા માટે તૈયાર છે, જે તમામના લોકાર્પણ થવાથી પ્રજાજનોને સગવડો પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial