Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહારમાં વર્ષાવસ (વર્ષાવસા) કાર્યક્રમ

બૌદ્ધ ભિક્ષુ અને જૈન મુનિઓની સહિયારી સાધનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર સ્થિત આમ્રપાલી બુદ્ધ વિહારમાં બૌદ્ધ ધર્મ સંઘ અને સમસ્ત ધમ્મ બંધુઓના સહયોગથી પવિત્ર 'વર્ષાવસ' (વર્ષાવસા) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભદન્ત પ્રજ્ઞારત્ન થેરોએ વર્ષાવસના આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ પર વિગતવાર પ્રકાશ ફેંક્યો હતો.

ભદન્ત પ્રજ્ઞારત્ન થેરોએ જણાવ્યું હતું કે, વર્ષાવસની પરંપરા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના સમયથી ચાલી આવે છે. અષાઢ મહિનાની પૂનમથી શરૂ કરીને આસો (અથવા કાર્તિક) મહિનાની પૂનમ સુધીના ત્રણથી ચાર મહિનાના સમયગાળા દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ અને જૈન મુનિઓ એક જ સ્થળે (વિહારમાં) સ્થિર રહીને સાધના કરે છે.

ચોમાસની ઋતુમાં વરસાદને કારણે રસ્તાઓ પર અનેક સુક્ષ્મ જીવ-જંતુઓ ઉત્પન્ન થતા હોય છે. જો ભિક્ષુઓ આ સમય દરમિયાન પદયાત્રા કે પ્રવાસ કરે, તો અજાણતા જ પગ તળે કચડાઈને આ જીવોની હિંસા થવાની શક્યતા રહે છે, જેનાથી અહિંસાના પ્રથમ શીલનો ભંગ થાય છે.આ ઉપરાંત વરસાદ અને ખરાબ હવામાનને કારણે ભિક્ષુઓને રહેવા અને પ્રવાસ કરવામાં ઘણી તકલીફો પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ્ઞાની ભગવંતોએ વર્ષાવસ દરમિયાન એક જ વિહારમાં રોકાઈને સાધના કરવાનો નિયમ બનાવ્યો હતો.

ભદન્ત પ્રજ્ઞારત્ન શેરોએ ઉમેર્યું હતું કે ઉપસંપદા પ્રાપ્ત કર્યા પછીનો તેમનો આ ૧૬ મો વર્ષાવસ છે. જે જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહારમાં યોજાઈ રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે જામનગરના સમસ્ત બૌદ્ધ ધર્મ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh