Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના

વિવિધ વહીવટી તથા વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચાઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૨૦: લાલપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તા.પં.ની કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના સભ્યોની પસંદગી અંગે ૧૬ મા નાણાપંચ હેઠળ હાથ ધરાનારા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી ઠરાવો કરાયા હતાં.

સભા દરમિયાન તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે, અને તે અંગેના ઠરાવો જિલ્લા પંચાયતને માર્ગદર્શન માટે મોકલવામાં આવશે. જિલ્લા પંચાયત તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થયા પછી તેના આધારે સમિતિના અધ્યક્ષની નિમણૂક સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને વિવિધ વહીવટી તથા વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh