Advertisement
Author: નોબત સમાચાર

પી.એન. માર્ગ પર સ્કૂટર સાથે બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં થયું મૃત્યુ

મંગળવારે સાંજે સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના ડીકેવીથી પંચવટી તરફ જવાના રસ્તા પર મંગળવારે સાંજે એક સ્કૂટર સાથે મોટરસાયકલ ટકરાઈ પડતા રામનગરમાં રહેતા એક પ્રૌઢને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ મોટરસાયકલના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરના બેડેશ્વર રોડ પર આવેલા ખોળમીલના ઢાળીયા નજીક રામનગરમાં વસવાટ કરતા અને ઈલેકટ્રીક કામ કરતા મહિપાલસિંહ જાડેજા નામના યુવાનના પિતા પ્રવીણસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ મંગળવારે સાંજે છએક વાગ્યે પોતાના એક્સેસ સ્કૂટર પર પંચવટી સર્કલ તરફ જતા હતા.

તેઓ જ્યારે પટેલકોલોની શેરી નં.૬ પાસે પહોંચ્યા ત્યારે ફૂલની એક દુકાનની સામેના ભાગમાં તેઓની સાથે જીજે-૧૦-ઈએફ ૯૫૨૨ નંબરનું હીરો મોટરસાયકલ ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા પ્રવીણસિંહને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માત અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિપાલસિંહે મોટરસાયકલના ચાલક ફૈઝાન મહંમદહુસેન જામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એમવી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh