Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ જામીન સામે પાસપોર્ટ જમા કરાવ્યો હતોઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીને લેન્ડ ગ્રેબિંગ અંગેના ગુન્હામાં હાઈકોર્ટે પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા હતા. તે પાસપોર્ટ રીન્યુ કરાવવા માટે માંગવામાં આવતા અદાલતે તે અંગેની અરજી રદ્દ કરી છે.
જામનગરના ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા નામના આસામી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધક ધારાની કલમ ૪ (૩), પ (સી) હેઠળ ગુન્હો નોંધાયા પછી ધર્મેશે જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજી ખાસ અદાલતે નામંજૂર કરી હતી.
તે પછી આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા અદાલતે જામીન મંજૂર કરી પાસપોર્ટ જમા કરાવી આપવા શરત મૂકી હતી. તે પછી પાસપોર્ટ જમા કરાવાયો હતો. તે દરમિયાન પાસપોર્ટ રીન્યુ કરાવવાનો હોવાથી ધર્મેશ રાણપરીયાએ અદાલતમાં પાસપોર્ટ આપવા માટે અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીને પાસપોર્ટ રીન્યુ માટે આપવામાં આવશે તો તે વિદેશ ભાગી જાય તેવી શક્યતા છે તેથી રીન્યુ માટે પાસપોર્ટ આપવો ન જોઈએ. તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે ધર્મેશ રાણપરીયાની પાસપોર્ટ આપવાની અરજી રદ્દ કરી છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial