Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ભીમ' દ્વારા સ્થાપિત
ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં અનેક શિવ મંદિરો એવા છે, જ્યાં પાંડવોએ તેમના અજ્ઞાતવાસમાં મુલાકાત લીધી હતી અને શિવ મંદિરોનું નિર્માણ કર્યુ હતું. જેમાં જામનગર જિલ્લાના સડોદર (તાલુકો-જામજોધપુર) પાસે ફૂલનાથ મહાદેવ બિરાજમાન છે.
એમ કહેવાય કે, પાંડવો અહીં અજ્ઞાતવાસમાં આવેલા અને અહીં રોકાયેલા અને કુંતા માતાજીને શિવ પૂજન પછી જ ભોજન કરવાનું વ્રત હોય, ભીમથી ભુખ્યા ના રહેવાના શિવના વિકલ્પરૂપે તેમણે ફૂલના શિવલીંગ બનાવ્યા તે જ આજના 'ફૂલનાથ મહાદેવ'.
આજે પણ ત્યાં પાંડવોની અતિ પ્રાચીન છબી પણ છે તથા જાગૃત વૃક્ષો અને વર્ષો જુના ત્રણ પાણીના કુંડ તથા એક મહાદેવ અને હિંગળાજ માતાજીનું મંદિર અને અત્યંત પ્રાચીન આંબાનું ઘટાટોપ ઝાડ છે.
પૂર્વ રાજયમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોની ફૂલનાથ મંદિરના વિકાસનું કાર્ય બરડા સરકીટ વિકાસમાં લેવામાં આવતા દશ કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર તથા આસપાસનો વિકાસ થશે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial