Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાણીજન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા જામનગર મહાનગરપાલિકાની અપીલ
જામનગર તા. ૨૦: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઘરે ઘરે આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન તાવના ૨૮૮ અને ઝાડા ઉલટીના ૮૫ કેસો જોવા મળ્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરિકો ને અનુરોધ કરવામાં આવ્યો છે કે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો, કોલેરા અને અન્ય પાણીજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે.
આથી રોગચાળો નિયંત્રણમાં રહે તે માટે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા હેઠળના મેલેરિયા વિભાગ તથા શહેરના ૧૩ આરોગ્ય કેન્દ્રોની ટીમો દ્વારા સરકાર ની માર્ગદર્શિકા મુજબ ફીવર સર્વેલન્સ, એન્ટી-લાર્વલ કામગીરી, ફોગિંગ, આરોગ્ય શિક્ષણ, ક્લોરીનેશન તથા અન્ય નિવારક કામગીરી સતત કરવામાં આવી રહી છે.
ગત અઠવાડિયા દરમિયાન શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી માં ૨૩૩ ટીમ દ્વારા ૯૭૨૪૪ ઘરો માં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૯૩૫ ઘરમાં પોરા જોવા મળ્યા હતા. અને ૪,૭૨,૫૦૭ પાત્રો તપાસ કરવામાં આવી હતી.જેમાંથી ૨૦૮૮ પાત્રોમાં પોરા જોવા મળ્યા હતા. તેમાંથી ૨૧૮૪ પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. ૪૫૮૧૨માં એબેટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વે દરમ્યાન તાવના ૨૮૮ કેસો અને ઝાડા-ઉલ્ટી ના ૮૫ કેસો જોવા મળ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે, છતાં મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોના નિયંત્રણમાં નાગરિકોનો સહકાર જરૂરી છે. નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે મચ્છરજન્ય રોગો થી બચવા ઘરની અંદર અને બહાર પાણી ભરાઈ રહેવા ન દેવું, પાણીની ટાંકી, ડ્રમ, કૂલર, માટલા વગેરે હંમેશા ઢાંકીને રાખવા, દર અઠવાડિયે કૂલર, ફૂલદાની અને અન્ય પાણીના પાત્રો સાફ કરી પાણી બદલવુ, જૂના ટાયર, નાળિયેરના કાચલા, પ્લાસ્ટિકના વાસણો વગેરેમાં પાણી ભરાવા દેવું નહી, સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા તથા મચ્છરદાની અથવા મચ્છર ભગાડવાના સાધનોનો ઉપયોગ કરવો, તાવ આવે તો જાતે દવા લેવાના બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ કરાવો.
પાણીજન્ય રોગોથી બચવા માત્ર ઉકાળેલું, ક્લોરિનેટેડ અથવા શુદ્ધ પીવાનું પાણી જ પીવા, ભોજન પહેલાં અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા, ખુલ્લામાં મળતા કાપેલા ફળ, અસ્વચ્છ ખાદ્યપદાર્થો અને બિન આરોગ્યપ્રદ પીણાનું સેવન ટાળો, ઝાડા-ઉલ્ટી અથવા કમળાના લક્ષણો જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો અને ગંદુ પાણી ભરાવા ન દો તથા જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતી પોરાનાશક કામગીરી, ફોગિંગ, દવા છંટકાવ તથા અન્ય આરોગ્યલક્ષી કામગીરીમાં નાગરિકો સહકાર આપે તેમ જામનગર મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial