Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી સ્થિત પાક. દૂતાવાસ પાસે ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝરઃ 'જેવા સાથે તેવા'

ઈંટ કા જવાબ પથ્થર સે...

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૦: જેવા સાથે તેવાની કહેવત મુજબ ઈસ્લામાબાદમાં કાર્યવાહીના ૩ જ દિવસમાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પર બુલડોઝર એક્શન લેવાયું છે.

પહલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો છે. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા હતાં. તેના ૩ દિવસ પછી ભારતે દિલ્હીમાં પાકિસ્તાની હાઈકમિશનના વીઝા વિભાગ બહાર ગેરકાયદેસર દબાણો અને બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધુ. આ કાર્યવાહી પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારતનો 'જેવા સાથે તેવા' જવાબ છે, જે કૂટનીતિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહલગામ આતંકી હુમલામાં ર૬ લોકોના મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બન્ને દેશો વચ્ચે ઔપચારિક કૂટનીતિક ગતિવિધિઓ લગભગ ઠપ છે, ત્યારે પાકિસ્તાને ઉશ્કેરણીજનક પગલું ભરતા ભારતે પણ કૂટનીતિક મોરચે 'જેવા સાથે તેવા' જવાબ આપ્યો છે.

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ્સ અને પાર્કિંગ પોલ મનસ્વીર રીતે હટાવી લીધા હતાં. આ ઘટનાના માત્ર ૩ દિવસ પછી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પાકિસ્તાની દુતાવસના વીઝા વિભાગ પાસે નિર્ધારિત હદ બહાર ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવીને તમમ અસુરક્ષિત માળખા દુર કરી દેવાયા છે.

કૂટનીતિક સૂત્રોના જણાવ્યાઅનુસાર નવી દિલ્હીનું આ પગલું એક વિચારેલી અને સંતુલિત જવાબી કાર્યવાહી છે. આ કાર્યવાહી દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો તુરંત અને યોગ્ય જવાબ આપવામાં આવશે. અધિકારીઓની આ કાર્યવાહી પછી બન્ને દેશોના રાજનયિક પરિસરો બહાર સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh