Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળામાં મોબાઈલમાં લૂડો ગેમ પર જુગાર રમતા ચાર પકડાયા

રોકડ તથા મોબાઈલ મળી રૂ।.૮૭૫૦નો મુદ્દામાલ જપ્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: કાલાવડના મોટા વડાળા ગામમાં ગઈકાલે મોબાઈલમાં લૂડો ગેમ પર જુગાર રમતા ચાર શખ્સ પકડાઈ ગયા છે. પોલીસે મોબાઈલ, રોકડ મળી રૂ।.૮૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં કેટલાક શખ્સો મોબાઈલમાં કોઈ ગેમ પર જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં એક એન્ડ્રોઈડ મોબાઈલમાં લૂડો ગેમ પર જુગાર રમતા ફૈઝલ આરીફભાઈ પોપટપોત્રા, ઈરફાન ઈકબાલભાઈ મુલતાની, આરીફ અકબરભાઈ કાજી, દીપક પ્રફુલદાસ ગોંડલીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૬ હજારનો મોબાઈલ અને રૂ।.ર૭૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh