Advertisement
Author: નોબત સમાચાર

યુએનએસસીમાં ચીન-પાકિસ્તાને આતંકીઓની ઢાલ બનવા સામે ભારતની સાંકેતિક ચેતવણી

ભારતીય પ્રતિનિધિ યોજના પટેલની સટાસટીઃ ગ્લોબલ લિસ્ટીંગમાં રાજકીય હસ્તક્ષેપ અસ્વીકાર્ય

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૦: યુએનએસસીમાં ભારતના પ્રતિનિધિ યોજના પહેલે દેશોનું નામ લીધા વિના ચીન અને પાકિસ્તાનને ભારત વિરોધી આતંકવાદીઓને છાવરવા કે ઢાલ તરીકે ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન અને ચીનને આતંકવાદીઓના ઢાલ બનવા સામે ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ કહૃાું કે આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ સહન નહીં થાય.

ભારતના પ્રતિનિધિ યોજના પટેલે યુએનએસસીની ૮૦ વર્ષ જૂની સંરચનામાં સુધારાની માંગ કરી, જેથી વિકાસશીલ દેશોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં ભારતે એક વાર ફરી પાકિસ્તાન અને ચીનને કડક શબ્દોમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો આતંકવાદીઓની ઢાલ બનવાનું બંધ કરે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવાનું મંચ ન બનાવવું જોઈએ અને આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર આયોજિત એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ યોજના પટેલે કોઈ દેશનું નામ લીધા વિના પાકિસ્તાન અને ચીન પર પરોક્ષ અને સાંકેતીક પ્રહારો કર્યા હતા. ભારતીય પ્રતિનિધિએ કહૃાું કે કોઈપણ આતંકવાદીને પ્રતિબંધિત યાદીમાં ઉમેરવાની કે તેમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે આતંકવાદ અને પ્રતિબંધો સાથે જોડાયેલા મામલાઓ જોતી સહાયક સમિતિઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરિષદના આંતરિક મતભેદોના કારણે આ કમિટીઓના અધ્યક્ષોની નિમણૂક અટકેલી છે, જેનાથી આતંકવાદ વિરોધી કામગીરી પર માળખાકીય અસર પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને તાજેતરમાં કેટલાક આતંકી સંગઠનોને યુએન પ્રતિબંધિત યાદીમાં ઉમેરવા અને પોતાના દેશમાં શરણ લેતા આતંકીઓને લિસ્ટમાંથી હટાવવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ચીને ભૂતકાળમાં જેશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને લશ્કર-એ-તૈયબાના નેતા સાજિદ મીર જેવા આતંકીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં નડતરરૂપ હતા. ભારતે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદની સદસ્યતા પોતાની સાથે મોટી જવાબદારીઓ લાવે છે અને તેને અંગત રાજકીય હિતો માટે વાપરવી અયોગ્ય છે.

આ ચર્ચા દરમિયાન ભારતે સિક્યોરિટી કાઉન્સિલના કાયમી અને અસ્થાયી બંને માળખામાં સુધારાની માંગણીને પુનરાવર્તિત કરી હતી. ભારતે જણાવ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધ (૧૯૪૫) ના આધારે બનેલી ૮૦ વર્ષ જૂની સંરચનાને આજના સમયની સુરક્ષા પરિષદ પર લાદવી ખોટી છે. ૧૯૪૫ પછી યુએનના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે, તેથી વર્તમાન વાસ્તવિકતાઓને નકારી શકાય નહીં.

ભારતે સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી બંને શ્રેણીઓમાં અન્ય દેશોનો સમાવેશ કરવા પર ભાર મૂક્યો જેથી વિકાસશીલ દેશોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે. વધુમાં, વિશ્વના વિવિધ સંઘર્ષો ઉકેલવામાં યુએનએસસીની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા ભારતે જણાવ્યું કે પરિષદની નિષ્ક્રિયતાના કારણે વૈશ્વિક સ્તરે તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે અને તેની ભારે માનવીય કિંમત ચૂકવવી પડી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રની સૌથી લોકશાહી સંસ્થા એવી મહાસભા (યુએનજીએ) સાથે શ્રેષ્ઠ તાલમેલ જાળવવા અનુરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh