Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો
જામનગર તા. ૨૦: હાલારમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સમયાંતરે સારવાર માટે દાખલ થતા રહે છે. થોડા દિવસ પહેલા વધુ એક બાળકને સારવાર માટે દાખલ કરાયો છે, જેનો રિપોર્ટ નેગેટિવ મળ્યો હતો પરંતુ આ બાળ દર્દીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે વધુ એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી હાલાર પંથકમાં ચાંદીપુરાના રોગ જેવા લક્ષણોવાળા દર્દીઓ નોંધાઈ રહૃાા છે.દરમ્યાન થોડા દિવસ પહેલા જામનગર નજીકના કનસુમરા પંથક માર્ગેની એક સોસાયટીમાં રહેતા એક બાળ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યે હતો, જેના જરૂરી નમુના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ મળ્યો છે. દરમિયાન આ બાળ દર્દીનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ હતું. જ્યારે પોરબંદર પંથકના વધુ એક બાળ દર્દીને આજે ચાંદીપુરાના શંકા પર દર્દી તરીકે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલની સ્થિતિએ જામનગરની જી.જી. હોસ્પિટલ માં એક દર્દી દાખલ છે, જેની સારવાર ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial