Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.ર : લાલપુર તાલુકાના સીંગચ ગામમાં ગયા સપ્તાહે એક પરિણીતાએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીના સાસરિયા પક્ષે મૃતદેહનું પીએમ કરાવ્યા વગર જ અંતિમવિધિ પણ કરી નાખી હતી. ત્યારપછી આ યુવતીના ભાઈએ બે મહિલા સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા આશાબેન નામના સતવારા મહિલાએ ગઈ તા.ર૬ની સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ત્યારપછી આ મહિલાના પરિવારના કિશોર મોહનભાઈ નકુમ, મોહનભાઈ જાદાભાઈ નકુમ, મોતીબેન મોહનભાઈ, નિલેશ મોહનભાઈ, ચેતનાબેન નિલેશભાઈ નકુમ સામે જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિપુલ કેશવજીભાઈ કટેશીયાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના બહેન આશાબેનને ઘરકામ બાબતે મેણાટોણા મારવામાં આવતા હતા અને કરિયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી હેરાન પરેશાન કરી નાખવામાં આવી હતી. જેના કારણે આશાબેને તા.ર૬ના દિને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તે પછી ઉપરોક્ત વ્યક્તિઓએ મૃતદેહને પીએમ માટે નહીં જવા દઈ મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો હતો. મેઘપર પોલીસે તે ફરિયાદ પરથી બે મહિલા સહિત પાંચ સામે બીએનએસની કલમ ૧૦૮, ૮૫, ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial