Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિકો રાજકીય નેતાઓના બદલે અંતે
ખંભાળીયા તા. રઃ ખંભાળીયામાં તાજેતરમાં રેલવે સ્ટેશન પાસેથી જડેશ્વરથી દ્વારકા હાઈવેને જોડતો રસ્તો સલાયા લાઈનના કામના સંદર્ભમાં બંધ થઈ જતા અશોક ઓઈલ મીલ વિસ્તારના અનેક મગફળી મીલ તથા દાણાના કારખાનાવાળાને ત્યાં આવતા જતા ટ્રકો તથા વાહનોના રસ્તા બંધ થઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાતા મીલર્સ અગ્રણી તથા આહિર વેપારી આગેવાન પરબતભાઈ બેલા દ્વારા આ બાબતે સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરતા તેમણે તુરંત જ દિશાની મિટિંગમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને તથા અરજદારોની રજૂઆત સાંભળીને હાલ તુરંત એક ખાનગી આસામીની પડેલી જમીનમાંથી જવાનો રસ્તો શરૂ કરાવીને કામચલાઉ પ્રશ્ન હલ કરતા વેપારીઓમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
જડેશ્વર મહાદેવ તરફથી આવતો રસ્તો અગાઉ સલાયાની રેલવે લાઈન ચાલતી ત્યારે પણ જતો હોય, આ રસ્તા બાબતે ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર, રેલવે અને સિટી સર્વે સાથે સંકલન કરીને આ રસ્તાનો પ્રશ્ન હાલ થાય તથા જૂનો રસ્તો હતો તે ચાલુ રહે તે માટેની વ્યવસ્થા કરવા પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial