Advertisement
Author: નોબત સમાચાર

પૂર્ણા યોજના હેઠળ ૧૫૦ કિશોરીઓને કચ્છ જિલ્લાનો કૌશલ્યવર્ધક પ્રવાસ કરાવાયો

જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ૪ લાખના ખર્ચે

જામનગર તા. ૨: પૂર્ણા યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૧૫૦ જેટલી કિશોરીઓ માટે પ્રવાસ યોજવામાં આવ્યો હતો.

પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ ના જતી કિશોરીઓને કૌશલ્યવર્ધન માટે જરૂરી પ્રવાસ અંગે જિલ્લા પંચાયત જામનગરની વર્ષ ૨૦૨૪/૨૫ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએના જતી કિશોરીઓને કૌશલ્યવર્ધન અર્થે કચ્છ જિલ્લામાં સરહદ ડેરી, લીવીંગ એન્ડ લર્નિંગ સેન્ટર તથા ધોરડો કચ્છ રણોત્સવ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતગર્ત જામનગર જિલ્લાના તમામ ઘટકની કુલ ૧૫૦ જેટલી કિશોરીઓને સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સરહદ ડેરી અંતર્ગત મિલ્ક પ્રોસેસિંગ કઈ રીતે કરવામાં આવે છે તેમજ કેટલ બ્રીડીંગ પ્લાન્ટ તથા દૂધમાંથી બનતી અવનવી વાનગીઓ તેમજ દૂધ ઉત્પાદન કરવા હેઠળ મહિલાઓનો ફાળો, તેમની સંઘર્શથી સફળતા સુધીની ઉદારણીય અને પ્રેરણાદાયી માહિતી આપવામાં આવી.

લીવીંગ અને લર્નિંગ સેન્ટરની અજરખપુરની (એલએલડીસી)મુલાકાત દરમિયાન સેન્ટરમાં મ્યુઝીયમ જેમાં તમામ હસ્તકલાનો સંચય કરી સાચવવામાં આવેલ. રૂઢિગત ગ્રામીણ જીવનશૈલી અલગ અલગ વસ્તુઓ દ્વારા સંસ્કૃતિમાં સાચવી મ્યુઝીયમમાં આગવી ઓળખ આપેલ છે. પારંપારિક હસ્તકલાને ઓળખી જેમાં ગ્રામીણ જીવનશૈલી, તેમની ધાર્મિક વિધિઓ અને તેમની દંતકથાઓની જીવંત અભિવ્યક્તિ તરીકે બનાવેલ મિરર વર્ક, પેચવર્ક અને ભરતકામનો ઉપયોગ કરીને મહિલાઓના વસ્ત્રો, પુરૂષોના વસ્ત્રો, ઘર શુશોભાનની વસ્તુઓ,અલંકારો જેવી વસુઓ મ્યુઝીયમમાં સાચવવામાં આવેલ છે. જ્યાં કામ કરતા મહિલા કસબીઓએ તેમજ કિશોરીઓને આર્થિક રીતે પગભર થવા માટે કલાની ઉપયોગીતાથી વાકેફ કર્યા હતા. સાથે સાથે મહિલા અને બાળ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ અને તેઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.

આ પ્રવાસમાં કિશોરીઓને લેવા-મુકવા બસની વ્યવસ્થા, નાસ્તા-પાણી તથા જમવાની, મેડિકલ કીટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રવાસનું સંપૂર્ણ આયોજન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના તથા જિલ્લા આંકડા અધિકારીના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજનાના ભાગરૂપે પૂર્ણા કન્સલ્ટન્ટ તથા જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh