Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઈશ્રી સોનલ માઁના ૧૦૧મા જન્મોત્સવની ઉજવણીઃ ભવ્ય શોભાયાત્રા

પરંપરાગત વેશભૂષા સાથે ચારણબાળાઓ તથા જ્ઞાતિજનો જોડાયા

જામનગરમાં ચારણ સમાજ- સોનલધામ તથા આઈશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આઈશ્રી સોનલમાના ૧૦૧માં જન્મોત્સવની ઉજવણી આજરોજ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ઢોલ અને શરણાઈની સંગાથે આજે સવારે ખોડિયાર કોલોનીમાં નિલકમલ સોસાયટી પાછળ આવેલ જુંગીવારા વારાભાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે નગરના મુખ્યમાર્ગ પર થઈને આઈશ્રી સોનલધામે પહોંચી હતી. શોભાયાત્રામાં પરંપરાગત પરિધાન સાથે ચારણબાળાઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતાં. શોભાયાત્રામાં પૂ. આઈશ્રી દેવલમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. ચારણબાળાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોનલ માતાજીના મંદિરે સોનલ વંદના, વિદ્યાર્થી તથા દાતાઓનો સન્માન સમારંભ, મહાપ્રસાદ, રાસગરબા, સંધ્યા આરતી, સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh