Advertisement
Author: નોબત સમાચાર

નંદાણા પાસે થયેલા અકસ્માતની કરાઈ ફરિયાદઃ બે મહિલાના થયા હતા મૃત્યુ

ભાણવડમાં સ્કૂટરચાલક મહિલાએ કર્યાે અકસ્માતઃ

જામનગર તા.૨ : કલ્યાણપુરના ભાટીયા નજીક નંદાણા ગામ પાસે ગઈકાલે સવારે દ્વારકા જતી રાજસ્થાનના પરિવારની મોટર આગળ જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં  ટકરાઈ પડી હતી. જેમાં માતા-પુત્રીના મૃત્યુ થયા હતા. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જ્યારે સપ્તાહ પહેલા ભાણવડમાં સ્કૂટર ચાલક યુવતીએ સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જયાની ફરિયાદ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખંભાળિયા તરફના રોડ પર આવેલા નંદાણા ગામ પાસે ગઈકાલે સવારે સાડા છએક વાગ્યે જીજે-પ-સીએફ ૧૭૬૩ નંબરની ઈનોવા મોટર આગળ જતા જીજે-૧૦-એએમ ૨૦૦૦ નંબરના ટ્રેક્ટરની ટ્રોલીમાં ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લાના વતની રાધારાણીબેન અશોક કુમાર ગર્ગ (ઉ.વ.પપ) તથા હાલ સુરતમાં રહેતા તેમના પુત્રી દિવ્યાબેન હર્ષભાઈ સીંગલનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. જ્યારે અશોક કુમાર રતનલાલ ગર્ગ સહિત સાથે રહેલા અન્ય વ્યક્તિઓને ઈજા થઈ હતી.

આ અકસ્માતની અશોક કુમારે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુરતના પાંડેસરામાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ઈનોવા મોટર ચાલક રવિ મનોજભાઈ ઠાકુર સામે ગુન્હો નોંધ્યો છે.

ભાણવડ તાલુકાના રૂપા મોરા ગામના ભરતભાઈ ગોવિંદ ભાઈ નકુમ ગઈ તા.૨૩ની બપોરે ભાણવડ શહેરમાં તાલુકા પંચાયત રોડ પરથી બાઈક પર પોતાની પુત્રી, પત્ની સાથે જતા હતા ત્યારે જીજે-૩૭-એ ૮૪૨૬ નંબરનું એક્ટિવા પુરપાટ ઝડપે ચલાવીને નીકળેલા એક મહિલાએ અકસ્માત સર્જયો હતો. જેમાં ભરતભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે તેમના પત્ની તથા પુત્રીને ઈજા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh