Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોમતીજીમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય અર્પણ
સમગ્ર ભારતમાં નવવર્ષની વ્હેલી સવારની સૂર્યની પ્રથમ કિરણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ નવવર્ષની શરૂઆતમાં ગોમતી નદીના ઉદ્ગમ દિશાએથી સૂર્યના પ્રથમ કિરણને નિહાળવુ એક લ્હાવો સમાન હોય, નવ વર્ષના પ્રથમ સૂર્યદર્શન માટે સહેલાણીઓ સૂર્યોદય પહેલાં જ દ્વારકાના ગોમતી ઘાટે જોવા મળ્યા હતાં. ભાવિકો દ્વારા ગોમતી નદીમાં જળ હાથમાં રાખી સૂર્યદેવને મંત્રોચ્ચાર સાથે અર્ધ્ય અર્પણ કર્યા પછી જગત મંદિરની ઘોળી ધજાના દર્શન કર્યા હતાં. પવિત્ર ગોમતી સ્નાન બાદ વ્હેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો છપ્પનસીડી, સ્વર્ગ દ્વારે જગત મંદિરમાં પ્રવેશી રાજાધીરાજ દ્વારકાધીશના મંગળા આરતી દર્શન પછી શ્રૃંગાર આરતીના દૈદિપ્યમાન દર્શન નિહાળી આવનારૃં નૂતન વર્ષ મંગલમય નિવડે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial