Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયોજક ગોપાલભાઈ જશાપરાએ મૂળ જામનગરના ક્રિકેટરોની સિદ્ધિઓને બીરદાવીઃ વિજેતા ટીમોને અભિનંદન
રાજકોટના હાલ દુબઈ સ્થિત ગોપાલભાઈ જશાપરા ઘણાં સમયથી દુબઈમાં ક્રિકેટ કોચીંગ કરાવે છે. તેઓ છેલ્લા સાત વરસથી તેમની કોચીંગ કલબના દુબઈ તથા અન્ય દેશોના નવયુવા તાલીમાર્થીઓની ટીમ લઈને સૌરાષ્ટ્રમાં ફ્રેન્ડલી ક્રિકેટ મેચો માટે ભારતના પ્રવાસે આવે છે. આ વચ્ચે તેઓ અંડર-૧૨, અંડર-૧૪ રને અંડર-૧૯ના લગભગ ૪૦ જેટલા ખેલાડીઓના ગ્રુપ સાથે જામનગર આવ્યા હતા અને વિવિધ એઈજ કેટેગરીના મેચો જામનગરના નવયુવાન ખેલાડીઓની સાથે રમાયા હતા. જેમાં દુબઈની ટીમ ચેમ્પીયન થઈ હતી. આ ખેલાડીઓના ગ્રુપને વિદાયમાન આપવાનો કાર્યક્રમ ક્રિકેટ બંગલાના મેદાન પર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના અગ્રણી નિલેશભાઈ ઉદાણી તથા ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દુબઈના ખેલાડીઓના ગ્રુપના કોચ ગોપાલભાઈ જશાપરા તેમના પત્ની જાનકીબેન જશાપરા તેમજ અન્ય બે સહાયક કોચ કિરણભાઈ પટેલ, રાજીવભાઈનું સન્માન તેમજ ચેમ્પીયન ટ્રોફી, મેન ઓફ ધી મેચના મોમેન્ટો નિલેશભાઈ ઉદાણી તથા ચેતનભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યા હતાં. ગોપાલભાઈ જશાપરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જામનગરના ક્રિકેટની રમત તથા ક્રિકેટરોની સિદ્ધિઓને બિરદાવી સૌને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગરના સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ મથ્થર, દુદાભાઈ તથા ક્રિકેટ ખેલાડીઓએ કર્યુ હતું સંચાલન નોબતના પત્રકાર પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial