Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી સરકારને ઝટકો લાગવાની તૈયારી?
નવી દિલ્હી તા. રઃ પલટુરામ તરીકે પ્રચલિત થયેલા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતિશકુમાર ફરી એક વખત પલટી મારીને સૌને ચોંકાવશે, ભાજપ સાથે છેડો ફાડશે અને ફરીથી ઈન્ડિયા બ્લોકમાં જોડાઈ જશે, તેવી ચર્ચાએ ગઈકાલથી વધુ વેગ પકડ્યો છે. જો આમ થશે તો મોદી સરકારને ઝટકો લાગશે અને સરકાર ટકાવવાના ફાંફા પડી જશે, તેવો 'આશાવાદ' પણ વ્યક્ત થઈ રહ્યો છે.
એક તરફ જેડીયુના બે ટૂકડા કરીને મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ નીતિશકુમારને રાજકીય રીતે વેંતરી નાખવાની ભાજપની રણનીતિથી સતર્ક થઈને નીતિશકુમાર કાંઈક નવાજુની કરવાની તૈયારીમાં હોવાનું ચર્ચાય છે, તો બીજી તરફ જેડીયુના ક્વોટામાંથી કેન્દ્રિય મંત્રી બનેલા જેડીયુના નેતાઓ હવે ભાજપના નેતાઓની જ ભાષા બોલવા લાગ્યા હોવાથી હવે નીતિશકુમાર પલટી મારે, તો પણ એકલા પડી જશે અને જેડીયુમાં મોટો વિદ્રોહ થશે, અને જેડીયુના મોટાભાગના સાંસદો મોદી સરકારની પડખે રહેશે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે, તેથી બિહારની રાજનીતિ અત્યારે ભરેલા નાળિયેર જેવી જણાય છે.
પૂર્વ પી.એમ. મનમોહનસિંહના પરિવારને સાંત્વના આપ્યા પછી નીતિશકુમારની ભાજપની ટોચની નેતાગીરી સાથે કોઈ વાતચીત થઈ કે નહીં, નીતિશકુમાર કોને મળ્યા, કોને ન મળ્યા અને દિલ્હીનો પ્રવાસ ટૂંકાવીને પટણા પરત ફર્યા, તેને સાંકળીને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
નીતિશકુમાર હમણાથી મૌન છે, અને મીડિયાથી દૂર રહે છે. તેના મનમાં શું છે, તે અંગે પણ અટકળો થઈ રહી છે. આ પહેલા તેઓએ જ્યારે જ્યારે પલટી મારી, ત્યારે ત્યારે તેઓ લાંબા સમયથી મૌન રહ્યા હતાં. તેવી સીમક્ષા સાથે તેમની આ વખતની ચૂપકીદી પણ નવાજુનીના એંધાણ આપી રહી હોવાના તારણો નીકળી રહ્યા છે.
નીતિશકુમાર પોતાનું મુખ્યમંત્રી પદ જળવાઈ રહેતું હોય, તો ઈન્ડિયામાં 'માનભેર' જવા તૈયાર છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આરજેડી નીતિશકુમારને બિહારમાં સત્તા સોંપીને પણ 'અખંડ' પણ કેન્દ્રમાં મોદી સરકારને ડગમગાવી દેવા તત્પર છે, તેથી નવા વર્ષે પ્રારંભે જ કોઈ નવાજુની થશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સાથે જે કાંઈ કર્યું, તે પછી ભાજપના અન્ય સાથીદાર પક્ષો ચેતી ગયા છે અને રાજકીય વિશ્વસનિયતાના ભોગે પણ ભાજપ ઊંડી રાજરમત રમી રહ્યો હોવાનો દાવો પણ વિપક્ષની વિચારસરણી ધરાવતા વિશ્લેષકો કરી રહ્યા છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial