Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક વર્ષ સુધી ધમકી આપી દુષ્કૃત્ય આચર્યું:
ખંભાળિયા તા.૨ : ખંભાળિયાના એસટી ડેપોમાંથી ઉપડતી એક રૂટની બસમાં અવારનવાર કંડકટર તરીકે જતા મહિલાને તે બસના ડ્રાઈવરે દોઢેક વર્ષ પહેલાં ધમકી આપી દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી દોઢેક વર્ષ સુધી તે સિલસિલો યથાવત રાખતા આખરે આ યુવતીએ પોતાના પરિવારને વાત કર્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
જામખંભાળિયામાં આવેલા એસટી ડેપોમાં ઉપડતી એક બસમાં અમદાવાદ પંથકની એક યુવતીની અવારનવાર કંડકટર તરીકે ફરજ બજાવવાની આવતી હતી. તે એક જ રૂટની બસમાં વારંવાર ડ્રાઈવર તરીકે ફરજ પર રહેલો પૂંજાભાઈ રામભાઈ ઉલવા આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
તે પછી આ યુવતીને પૂંજા અવારનવાર કોલ કરતો હતો. તે કોલ ઉપાડવામાં ન આવે તો અજાણ્યા નંબરમાંથી કોલ કરી પૂંજાભાઈ વાત કરતો હતો. તે દરમિયાન વર્ષ ૨૦૨૩ના જૂન મહિનામાં પૂંજાભાઈ કંડકટર યુવતીના ભાડાના મકાને પહોંચ્યો હતો. જ્યાં તેણે મારી નાખવાની અને નોકરીમાંથી છૂટા કરાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બાબતની વાત તે યુવતીએ પોતાના પિયર તથા પતિને તેમજ સ્ટાફને કરવાની ધમકી આપી પૂંજાભાઈ અવાર નવાર દુષ્કર્મ ગુજારતો રહેતો હતો. તેનાથી કંટાળી ગયેલી આ યુવતીએ પતિ તથા અન્ય પરિવારજનોને વાત કર્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ગુન્હો નોંધી પોલીસે આરોપી પૂંજાભાઈ ઉલવાની અટકાયત કરી લીધી છે. આ બનાવે ખંભાળિયા એસટી ડેપોના સ્ટાફમાં ચકચાર જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial