Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં આજે પણ તેજીનો માહોલઃ સેન્સેકસમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો

આઈ.ટી. ટેકનો ક્ષેત્રે ધૂમ ખરીદી, જીએસટી કલેકશનમાં વધારા સહિતના કારણો

મુંબઈ તા. ૨: શેરબજારમાં સળંગ બીજા દિવસે તેજી             જોવા મળી રહી છે. અને સેન્સેકસમાં ૧૨૦૦ પોઈન્ટથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ તેજી પાછળ રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવાઈ રહ્યા છે.

શેરબજાર નવા વર્ષ ૨૦૨૫ના સળંગ બીજા દિવસે આકર્ષક તેજી સાથે સઈઈુધર્યા છે. સેન્સેકસ આજે મોર્નિગ સેશનમાં ૭૦૦ પોઈન્ટ વધ્યા બાદ બપોરના સેશનમાં ૧૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. નિફટી ૩૧૦.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. આઈટી અને ઓટો શેર્સમાં તેજી સાથે એકંદરે માર્કેટ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે.

ગઈકાલે સેન્સેકસ ૩૬૮.૪૦ પોઈન્ટ વધી ૭૮૫૦૭.૪૧ અને નિફટી ૫૦ સ્પોટ ૯૮.૧૦ પોઈન્ટ વધીને ૨૩૭૪૨.૯૦ પર બંધ રહ્યો હતો. આજે ૧૨ વાગ્યા બાદ શરૂ થયેલા બપોરના સેશનમાં શેરબજાર આકર્ષક તેજી સાથે વધ્યા હતા.

કુલ ટ્રેડેડ ૩૯૯૨ પૈકી ૨૨૪૨ શેર્સ સુધારા તરફી અને ૧૬૨૮ શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. ૨૮૮ શેર્સમાં અપર સર્કિટ અને ૧૫૧ શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ ૧૮ શેર્સ ૫૨ વીક લો અને ૨૧૧ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. રોકાણકારોની મૂડી રૂ. ૪ લાખ કરોડથી વધી છે.

શેરબજારમાં ઉછાળા પાછળ જીએસટી કલેકશનમાં વધારો ચીનની મેન્યુફેકચરિંગ ગ્રોથમાં પીછેહઠ, ત્રીજા ત્રિમાસિક માટે રજૂ થનારા કોર્પોરેટ પરિણામો સકારાત્મક રહેવાનો આશાવાદ આર્થિક ગતિવિધિઓમાં સુધારાનો સંકેત અને કરેકશન બાદ સકારાત્મક ટેકનિકલ ટ્રેન્ડને જવાબદાર ગણાવાઈ રહ્યો છે.

બીજી તરફ વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં તેમજ ડોલર ઈન્ડેકસની મજબૂતીના કારણે આઈટી અને ટેકનોલોજી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી છે. બીએસઈ આઈટી ઈન્ડેકસમાં ટ્રેડેડ કુલ ૫૬ સ્ક્રિપ્સ પૈકી ૪૦માં ૧૦ ટકા સુધી ઉછાળો નોંધાયો છે. આ સાથે ઈન્ડેકસ ૧.૪૦ ટકા ઉછાળે અને ટેકનોલોજી ઈન્ડેકસ ૧.૩૬ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.

ડિસેમ્બરમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદ સાથે વેલ્યુબાઈંગ જોવા મળ્યુ છે. ઓટો ઈન્ડેકસ આજે ૧.૬૦ ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh