Advertisement
Author: નોબત સમાચાર

રેલવેમાં વૃદ્ધ, સગર્ભા, વિકલાંગોને લોઅર બર્થમાં અપાશે પ્રાધાન્ય

લોકસભામાં કેન્દ્ર સરકારની જાહેરાતઃ

નવી દિલ્હી તા. ૨૦: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં લોકસભામાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, સગર્ભા અને વિકલાંગો માટે લોઅર બર્થ પ્રદાન કરવામાં આવશે તેવી ભારતીય રેલવે તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો, સગર્ભાઓ તેમજ વિકલાંગોને બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાને આધીન તેઓને નીચેની બર્થ આપમેળે ફાળવવામાં આવશે. સ્લીપર ક્લાસમાં પ્રતિ કોચ દીઠ છથી સાત લોઅર બર્થ, એસી થ્રી ટાયરમાં પ્રતિ કોચ દીઠ ચારથી પાંચ લોઅર બર્થ અને એસી ટુ ટાયરમાં પ્રતિ કોચ દીઠ ત્રણથી ચાર લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો, સગર્ભા, વિકલાંગો માટે સમર્પિત ક્વોટા મારફતે ફાળવવામાં આવશે. તેવી જ રીતે વિકલાંગો માટે હવેથી રાજધાની અને શતાબ્દી પ્રકારની ટ્રેન સહિત તમામ ટ્રેનોમાં આરક્ષણ ક્વોટા લાગુ કરવામાં આવશે. જેના માટે સ્લીપર ક્લાસમાં ચાર બર્થ, ૩એસી/૩ઈમાં બે બર્થ તેમજ ૨એસી/સીસીમાં ચાર સીટ ફાળવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh