Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોટો શૂટ કરવાની બાબતે સ્ટુડિયો સંચાલકને મારઃ
જામનગર તા.૨૦ : જામનગરના ધોરીવાવમાં રહેતા એક યુવાનને તેના પિતા અને ચાર ભાઈએ ધોકાથી માર મારી બંને હાથ તથા પગ ભાંગી નાખ્યા હતા. ફોટો શૂટ કરવાની બાબતે ખોડિયારકોલોનીમાં સ્ટુડિયો ધરાવતા યુવક તથા તેના મિત્ર પર ચાર શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.
જામનગર-સમાણા રોડ પર આવેલા રણજીતસાગર નજીક ધોરીવાવમાં રહેતા અશોક પૂનાભાઈ ખરા નામના યુવાન પર સોમવારે રાત્રે તેના પિતા પૂનાભાઈ કાનાભાઈ, સગાભાઈ ભાવેશ પૂના, લખન પૂના ખરા અને નારૂભાઈએ હુમલો કરી ધોકા-સળીયાથી માર માર્યાે હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા અશોકભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બાબતની તેઓએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવાયા મુજબ દ્વારકાથી પરત આવ્યા પછી અશોકભાઈ આરામ કરતા હતા ત્યારે ઘરના ઝઘડાનું મનદુખ રાખી પિતા પૂનાભાઈ તથા ચાર ભાઈએ તેઓને ધોકાવી નાખી બંને હાથ તથા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરની પટેલ કોલોની માં રહેતા અને ખોડિયાર કોલોનીમાં સ્ટુડીયો ચલાવતા ફેનીલ રાજેશભાઈ સોમૈયા તથા તેના મિત્ર કૃષ્ણરાજસિંહ પર મંગળવારે રાત્રે સાવન, આશિષ, કાંધલ, હરસુર નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.
ખોડિયારકોલોનીમાં તસ્વીર તત્ત્વ નામનો સ્ટુડિયો ચલાવતા ફેનીલને એકાદ મહિના પહેલા સાવને ફોન કર્યાે હતો પરંતુ ફોન રીસીવ ન કરાતા ફરીથી સાવને ફોન કરી કેમ જવાબ આપતો નથી, તારે ફોટા ન પાડવા હોય તો ના પાડી દેવાય તેમ કહી ફેનીલની બહેન સાથે ગેરવ્યવહાર કરી ગાળો ભાંડી હતી. તે પછી મંગળવારે મળવા માટે આવેલા સાવન અને બાકીના ત્રણ શખ્સે ફેનીલ તથા કૃષ્ણરાજસિંહ પર હુમલો કરી ગાળો ભાંડી માર માર્યાે હતો. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial