Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક દિવસથી ગુમ હોવાનું ખૂલ્યું:
ખંભાળિયા તા.૨૦ : ખંભાળિયાના પોર ગેઈટ પાસે આવેલી જૂની નગરપાલિકા વોટર વર્કસની પાણીની ઓરડીમાંથી ગઈકાલે રાત્રે એક તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડ્યો છે. ચારેક દિવસથી ગુમ થયેલા આ તરૂણના ગળામાંથી સોનાનો ચેઈન, મોબાઈલ, રોકડ ગુમ થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
ખંભાળિયા શહેરના પોર ગેઈટ પાસે આવેલા રામનાથ સોસાયટી તરફ જવાના માર્ગ પર જૂની નગરપાલિકાની વોટર વર્કસની બિનઉપયોગ તથા અવાવરૂ ઓરડીમાંથી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે એક અજાણ્યા તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે.
ત્રણેક દિવસથી પાણીમાં પડી રહેવાથી મૃતદેહ ફૂલાઈ ગયો છે તેને કબજે કરી પોલીસે પી.એમ. માટે ખસેડ્યા પછી મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં આ યુવાન વાલ્મિકી સમાજનો અને કેતન નામ હોવાનું ખૂલ્યું હતું.
આ બાબતની જાણકારી મળતા વાલ્મિકી સમાજના વ્યક્તિઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતદેહ પર કાન તથા ગળામાં ઈજાના નિશાનો જોવા મળ્યા છે. જેના પગલે આ મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડાયો છે. સ્થળ પરથી તેનું બાઈક મળી આવ્યું છે. પોલીસે શરૂ કરેલી તપાસમાં આ તરૂણ ત્રણ-ચાર દિવસથી ગુમ થયો હોવાનું ખૂલ્યું છે.
આ તરૂણ પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે તેના ગળામાં રૂ.દોઢેક લાખની કિંમતનો સોનાનો ચેઈન અને કિંમતી મોબાઈલ તેમજ રોકડ રકમ હતા. તે તમામ વસ્તુ મૃતદેહ પાસેથી મળી હતી. મૃતક સાથે છેલ્લે તેના બે-ત્રણ મિત્રો હતા. તે મિત્રોના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવી તપાસ આગળ વધારી છે. એસસીએસટી સેલ ના ડીવાયએસપી વિસ્મય માનસેતાના વડપણ હેઠળ પીઆઈ દેસાઈ દ્વારા તપાસ કરાઈ રહી છે. મૃતક ત્રણ ભાઈ હતા અને ખૂબજ મળતાવડા સ્વભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઈલ તથા ફોટોગ્રાફીના શોખીન આ તરૂણ ઢોલ વગાડીને સારી એવી કમાઈ મેળવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial