Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ લાખથી વધુ યાત્રાળુએ મેળવ્યો દર્શનનો લાભઃ
જામનગર તા.૨૦ : દ્વારકામાં હોળી-ધૂળેટી પર્વ દરમિયાન પોલીસ દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત સતત સેવા આપવામાં આવી હતી. જેના પગલે છ લાખથી વધુ દર્શનાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો. દ્વારકામાં હોળી-ધૂળેટી ઉત્સવ દરમિયાન રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી છએક લાખ જેટલા યાત્રાળુઓ દ્વારકા આવ્યા હતા. તે દરમિયાન કાયદો તથા વ્યવસ્થા માટે દેવ ભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ સઘન વ્યવસ્થા ગોઠવી હતી અને શ્રદ્ધાળુઓને વિશેષ સેવા આપી હતી.
યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ, હોમગાર્ડઝ, જીઆરડી તેમજ એસઆરડી અને ટ્રાફિક બ્રિગેડના ૧૪૦૦ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા હતા. પોલીસની શી ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી. દિવ્યાંગો, વૃદ્ધો, બાળકો માટે વિશેષ સેવા પૂરી પાડવામાં આવી હતી. સામાન, ચીલઝડપ, મોબાઈલ ચોરી જેવા ગુન્હા અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવી હતી. પગપાળા આવતા યાત્રાળુઓ માટે પોલીસ સેવા કેમ્પ કાર્યરત કરાયો હતો.
ગુમ થયેલા માલસામાન અંગે મળેલી ફરિયાદમાંથી ૭૩ સામાન શોધી આપી પોલીસે ૨૩૦૨ જેટલા શારીરિક અશક્ત યાત્રાળુઓને દર્શન કરાવી આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial