Advertisement
Author: નોબત સમાચાર

શહેરનાં કુખ્યાત શખ્સના મકાનમાં જામેલી દારૂની મહેફિલ ઝડપાઈ

સ્થળ પરથી છ શખ્સની કરાઈ ધરપકડઃ

જામનગર તા.૨૦ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધનાકોલોની માં એક કુખ્યાત શખ્સના ખાલી મકાનમાં પોલીસે દરોડો પાડી છ શખ્સને દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં એક કુખ્યાત શખ્સના ખાલી મકાનમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી પરથી મંગળવારની રાત્રે સિટી એ ડિવિઝનના સ્ટાફે હિતેશ સોમા ભાઈ ચાવડા ઉર્ફે સાકીડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ મકાનમાં દારૂ પી રહેલા શક્તિસિંહ ભીખુભા વાઢેર, રામદે વિરમભાઈ ઓડેદરા, હાર્દિક દિલીપભાઈ પરમાર, હસમુખ કરશનભાઈ પરમાર, સુનિલ પ્રવીણભાઈ પંડયા, જયેશ શાંતિભાઈ ભદ્રા નામના છ શખ્સ મળી આવ્યા હતા. જમાદાર આર.જે. મકાએ ખુદ ફરિયાદી બની તમામ છ સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh